તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Union Minister Gangwar Wrote Officials Do Not Pick Up The Phone, Patients Are Not Admitted

મોદીના મંત્રીએ યોગીને પત્ર લખી ખખડાવ્યા:લખ્યું- મેડિકલ સાધનોની કાળાબજારી થાય છે, અધિકારીઓ ફોન નથી ઉઠાવતા, દર્દીઓને કેમ દાખલ નથી કરાતા

બરેલી3 મહિનો પહેલા
  • કોરોનાવાઈરસની ટ્રીટમેન્ટ માટે વપરાતા મહત્વના ઈક્વિપમેન્ટને વેપારી સંગઠન ખુબ જ ઉંચી કિંમતે વેચી રહ્યાં છે, આ કારણે રાજ્ય સરકાર તરફથી એ તમામ મહત્વપૂર્ણ ઈક્વિપમેન્ટનો રેટ નક્કી કરવામાં આવે

ઉત્તરપ્રદેશમાં હાલ સ્થિતિ ખરાબ છે. આ વાત અમે નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી સંતોષ ગંગવાર પોતે કહી રહ્યાં છે. તેમણે એક પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી યોગ આદિત્યનાથના નામે લખવામાં આવેલા આ પત્રમાં તેમણે ઘણી અવ્યવસ્થાઓને ટાર્ગેટ કરી છે. લખ્યું છે અધિકારી ફોન ઉઠાવતા નથી. હોસ્પિટલમાં યુઝ થતા મેડિકલ ઈક્વિપમેન્ટ દોઢ ગણા વધુ ભાવથી વેપારીઓ વેચી રહ્યાં છે. હોસ્પિટલોમાં દર્દીઓને રેફરલના નામ પર અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવે છે. તેમને દાખલ કરાઈ રહ્યાં નથી.

પત્રમાં આ 6 વાતો પર ઉઠાવ્યા સવાલો

1. MSME અંતર્ગત તમામ પર ઉદ્યોગોને સરકાર તરફથી 50 ટકા છુટ તે હોસ્પિટલોને આપવામાં આવે છે, જે ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માંગે છે. તો મારુ સુચન એ છે કે બરેલીમાં પણ કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોને 50 ટકા છુટ આપવાની સાથે ઝડપથી પ્લાઉન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ઓક્સિજનમાં થતી સમસ્યાઓને ખત્મ કરી શકાય.

2. કોરોનાવાઈરસની ટ્રીટમેન્ટ માટે વપરાતા મહત્વના ઈક્વિપમેન્ટને વેપારી સંગઠન ખુબ જ ઉંચી કિંમતે વેચી રહ્યાં છે. આ કારણે રાજ્ય સરકાર તરફથી એ તમામ મહત્વપૂર્ણ ઈક્વિપમેન્ટનો રેટ નક્કી કરવામાં આવે.

3. એ ખૂબ જ જરૂરી છે કે કોરોના સંક્રમિત દર્દીઓને ઓછામાં ઓછા સમયમાં રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે. જાણવા મળ્યું છે કે રેફરલ હોવા છતા પીડિત પીડિત દર્દીને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તેને કહેવામાં આવે છે કે બીજી વખત જિલ્લા હોસ્પિટલમાં રેફરલ કરાવીને આવો. દર્દી સતત આમથી આમ ફરતો રહે છે. તેનું ઓક્સિજ લેવલ ઘટતુ જાય છે. અહીં ચિતાનો વિષય છે. ઘણી ઘટનાઓમાં દર્દીઓના મૃત્યુ થયા છે.

4. બેરલીમાં ખાલી ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ અછત થઈ છે. તેનું મુખ્ય કારણ છે કે શહેરના ઘણા લોકોએ ઓક્સિજન સિલિન્ડર સાવધાનીના ભાગરૂપે પોતાના ઘરમાં રાખી લીધા છે. આવા ઘરોને ઓળખીને કારણ વગર સિલિન્ડર રાખનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરી તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે. સ્ટોક કરવામાં આવેલા સિલિન્ડરને મન ફાવે તેવા ભાવે વેચવામાં આવે છે.

5. શહેરના સ્વાસ્થ્ય અધિકારી મારો ફોન ઉઠાવતા નથી. દર્દીઓને ઘણી અસુવિધા થઈ રહી છે. બરેલીની તમામ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની સુવિધા આપવામાં આવે.

6. વેક્સિન સંબધિત તમામ હોસ્પિટલો જે આયુષ્માન ભારત સાથે જોડાયેલી છે, ત્યાં વેક્સિનના રજિસ્ટ્રેશનની સાથે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી વેક્સિન લેનાર વ્યક્તિ કોવિડ-19 મહામારીથી બચી શકે.

ડીએમને પણ સુચન આપ્યું હતુ, જોકે તેમણે કઈ જ નથી કર્યું
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા બરેલીના ડીએમને પણ એક પત્ર લખીને 7 પોઈન્ટ્સમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને કોવિડ મેનેજમેન્ટને સારુ બનાવવાનું સુચન આપ્યું હતું, જોકે આ અંગે તેમણે કઈ જ ધ્યાન આપ્યું ન હતું. કેન્દ્રીય મંત્રી પહેલા પણ યોગી સરકારના ઘણા ધારાસભ્ય અને મંત્રી કોવિડ મેનેજમેન્ટને લઈને પ્રશાસનિક અધિકારીઓને સવાલ કરતા રહ્યાં છે.

રાજ્યના 6 શહેરોનો રિપોર્ટ
ઉત્તરપ્રદેશના કોરોનાનો કહેર વધતો જય રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લાઓમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે. દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. જેને મળે છે તે ઓક્સિજનના અભાવને કારણે મોતને ભેટી રહ્યા છે. રાજ્યની લગભગ દરેક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વેન્ટિલેટર માટેની મુશ્કેલીઓ છે. અમે તમને રાજ્યના 6 શહેરોનો LIVE રિપોર્ટ આપીશું...

1. વારાણસી: મોદીના સંસદીય ક્ષેત્રમાં રસ્તાઓ પર મૃત્યુ પામી રહ્યા દર્દી
વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર છે. અહીં સ્થિતિ એ છે કે બધી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ ભરેલા છે. હવે નવા દર્દીઓ માટે સરળતાથી બેડ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હોસ્પિટલોમાં બેડની સાથે વેન્ટિલેટર અને ઓક્સિજનની મુશ્કેલી પણ વધુ પડી રહી છે.

લોકો દવા માટે ભટકી રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર અહીં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દરરોજ 10 થી 20 થાય છે, પરંતુ તેનાથી વિપરીત, સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં મૃતદેહોની લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરની અંદરના કબ્રસ્તાનો પણ ભરાઇ ગયા છે. હવે લોકો શહેરની બહારના વિસ્તારોમાં મૃતદેહોને દફનાવી રહ્યા છે.

2. ગોરખપુર: હોસ્પિટલના પગથિયાં પર જ મૃત્યુ પામી રહ્યા દર્દીઓ
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લા ગોરખપુર પણ સંભાળી શક્યું નહીં. દરરોજ દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં જ બેડ મળવાની રાહ જોતાં-જોતાં જ મૃત્યુ પામી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓ સારવાર માટે કુલ 1,500 બેડ છે, જેમાંથી દરરોજ લગભગ 15 બેડ ખાલી થાય છે. જો કે, દાખલ થનારાઓની યાદી લાંબી હોય છે. આમાંના લગભગ 10% દર્દીઓને વેન્ટિલેટર બેડની પણ જરૂર હોય છે, પરંતુ તે પણ મળતા નથી. સરકારના આંકડામાં મૃત્યુઆંક ભલે ઓછો હોય, પરંતુ સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં દિવસ-રાત અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

3. લખનઉ: 10 દિવસમાં 1,500 થી વધુ અંતિમ સંસ્કાર
ભલે રાજધાની લખનઉમાં નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવા છતાં, હોસ્પિટલો અને સ્મશાનગૃહોની હાલત પહેલાની જેમ જ બનેલી છે. અહીં ઘાટ પર મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે. દિવસ અને રાત અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે. જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે સરકારે ઘાટ પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, વિવાદ વધ્યા પછી સરકારે તેનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

4. કાનપુરઃ એક મહિના પછી પણ લાઈનો ઓછી થઈ નથી
કાનપુરમાં પણ સ્થિતિ ખરાબ છે. અહીં સવારે 7 વાગ્યે ભૈરવઘાટ સ્માશાન ઘાટ પર કોરોના સંક્રમિત સીઆઈ ત્રિપાઠીનું શબ લઈને તેમના પુત્ર અમિતેશ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સવારે ઝડપથી આવ્યા છતાં પણ લાઈન લગાવવી પડી. તેઓ લગભગ 2 કલાક પછી અંતિમ સંસ્કાર કરી શકયા. તેમના પિતાનું કોરોનાથી નિધન થયું હતું.

સવારે કોઈ ટોકન સિસ્ટમ ન હતી કારણ કે નગર નિગમનું કાર્યાલય 10 વાગ્યા પછી ખુલે છે. ઘાટમાં શબ લઈને પહોંચેલા લોકો પોતે જ શબની લાઈન નક્કી કરી લીધી. 10 વાગ્યા કે તે પછી આવેલા કોરોના સંક્રમિતોના શબોને વધુ રાહ જોવી પડી રહી છે. શબના 10 વાગ્યા પછી અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના સભ્યોએ ટોકન લેવી પડે છે.

5. ઝાંસીઃ દરેક કલાકે એકનું મૃત્યુ થઈ રહ્યું છે
ઝાંસીમાં પણ મૃત્યુના આંકડાઓમાં હેરફેરની સરકારી સિસ્ટમ ચાલુ છે. પ્રત્યેક દિવસે 5-8 લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે, જોકે સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં એક સાથે આના કરતા ઘણા વધુ શબ પહોંચી રહ્યાં છે. એટલે કે પ્રત્યેક કલાકે એકનું મૃત્યુ થઈ રહ્યું છે. અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ બચી નથી. નંદનપુર અને બડાગામ ગેટની બહાર સ્મશાન ઘાટમાં રોજ 22-30 શબ પહોંચી રહ્યાં છે. અહીં રાતે પણ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

6. મેરઠઃ કબ્રસ્તાનમાં ઓછી પડી રહી છે જગ્યાઅહીં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યાનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે જિલ્લા પ્રશાસને શહેરના મુખ્ય સ્મશાન ઘાટ સૂરજકૂંડ અને કબ્રસ્તાનોને લઈને પણ સખ્તી કરી છે. અહીં ભીડને એકત્રિત થવા દેવાતી નથી. એક શબની સાથે સીમિત લોકોને જ અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. ચિતા સળગાવવા માટે જ્યારે પ્લેટફોર્મ ઓછા પડ્યા તો પાર્કિંગ સ્થળમાં પણ અંતિમ સંસ્કાર કરાઈ રહ્યાં છે. સુરજકુંડ સ્મશાન ઘાટના મુખ્ય પંડિતનું કહેવું છે કે પ્રત્યેક દિવસે 50થી 55 શબ અહીં આવી રહ્યાં છે, જેમાંથી કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા શબ 25થી 30 આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહથી અહીં આવી સ્થિતિ છે. આ જ રીતે કબ્રસ્તાનમાં પણ જગ્યા ઓછી પડી ગઈ છે. લોકો શહેરની બહાર શબોને દફનાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...