• Gujarati News
  • National
  • Auto Sector Gets Rs 26,058 Crore Incentive, Telecom Companies Also Get 4 year Relief For AGR Payments

ટેલિકોમ સેક્ટરને કેન્દ્રની મોટી ભેટ:સરકારની મંજૂરી વગર જ થઈ શકશે 100% વિદેશી રોકાણ, સિમ કાર્ડ લેવા માટે હવે નહિ ભરવું પડે KYC ફોર્મ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટના નિર્ણયથી ઓટો સેક્ટરમાં 7.6 લાખ લોકોને નોકરીઓ મળવાનું અનુમાન
  • ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર કરવામાં આવ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટની બેઠકમાં ટેલિકોમ અને ઓટો સેક્ટર્સ ક્ષેત્રમાં ઘણા મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને મંજૂરી આપી છે. આ સિવાય ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100% FDIને મંજૂરી મળી ગઈ છે. આ સેક્ટરમાં 9 મોટા સંરચનાત્મક ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે ઓટો અને ડ્રોન સેક્ટર માટે 26,058 કરોડ રૂપિયાની PLI(પ્રોડક્શન-લીન્ક-ઈન્સેન્ટિવ) સ્કીમને મંજૂરી આપી છે. તેમાંથી 25,938 કરોડ રૂપિયા ઓટો મોબાઈલ સેક્ટરને આપવામાં આવશે. 120 કરોડ રૂપિયા ડ્રોન ઈન્ડસ્ટ્રીને આપવામાં આવશે.

મળશે 7.6 લાખ લોકોને નોકરીઓ મળશે
કેબિનેટના આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં સરકારી અનુમાન મુજબ 7.6 લાખ લોકોને નોકરીઓ મળશે. તેનાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે તેનાથી ઓટો સેક્ટરમાં આગામી પાંચ વર્ષમાં 47500 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે.

ટેલિકોમ સેક્ટરને રાહત પેકેજ મંજૂર
કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે પણ રાહત પેકેજની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર થયા છે. AGRની પરિભાષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. AGRમાં પહેલા ઘણા વધુ એવા વ્યાજને ઓછા કરીને 2 ટકા વાર્ષિક કરવામાં આવ્યા છે. આ સિવાય તેની પર લાગતી પેનલ્ટીને ખત્મ કરવામાં આવી છે. તેનાથી ટેલિકોમ કંપનીઓની મોટી રાહત મળશે.

ટેલિકોમ સેક્ટરમાં મોટા ફેરફાર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સંરચનાત્મક સુધારા કરવામાં આવી રહ્યાં છે. AGRની પરિભાષાને બદલતા તેને બિન ટેલિકોમ રેવન્યુમાંથી બહાર કરવામાં આવશે. આ સિવાય ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. તમામ ફોર્મ વેઅરહાઉસિસમાં છે, તે ડિજિટલાઈઝડ હશે. સીમ લેતી વખતે જેટલા કાગળ આપવા પડતા હતા તે વેઅરહાઉસમાં હતા. તેને ડિજિટલાઈઝ્ડ કરવામાં આવશે. KYC હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન થશે. સિમ લેવું કે પોસ્ટપેડથી પ્રીપેડ કરવા જેવા તમામ કામો માટે હવે કોઈ ફોર્મ ભરવું પડશે નહિ. તેના માટે ડિજિટલ KYC માન્ય હશે.

તમામને બાકીની રકમ ચુકવવા ચાર વર્ષનું મોરેટોરિયમ
વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરને તમામ બાકીની રકમ ચુકવવા માટે ચાર વર્ષનું મોરેટોરિયમ આપવામાં આવશે. એટલે કે તે પોતાની બાકી ચુકવવાની રકમ માટે ચાર વર્ષ લઈ શકે છે. જોકે તેમણે આ દરમિયાન વ્યાજ આપવું પડશે. આ વ્યવસ્થા અગાઉની ડેટમાં નહિ પરંતુ હવેથી લાગુ થશે.

ટાવર સેટઅપ કરવું બનશે સરળ
ટાવર સેટઅપ કરવાની પ્રોસેસમાં ઘણા વિભાગોનું એપ્રુવલ લેવુ પડતું હતું. હવે સેલ્ફ એપ્રુવલથી કામ ચાલ્યુ જશે. હવે એક જ પોર્ટલ DOT પરથી એપ્રૂવલ મળી જશે. લાઈસન્સ રાજ આજથી ખત્મ કરવામાં આવ્યું છે.

કઈ રીતે મળશે ફાયદો?
PLI સ્કીમનો ફાયદો માત્ર એ જ કંપનીઓને મળશે, જે રેવન્યુ અને રોકાણકારોની શરતોનું પાલન કરશે. ફોર વ્હીલર કંપનીઓએ આગામી 5 વર્ષમાં ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે ટૂ અને થ્રી વ્હીલર માટે 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

શું છે PLI સ્કીમ?
આ યોજના અનુસાર, સરકાર કંપનીઓને વધારાનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપશે. સરકારનો હેતુ તેમને વધુ નિકાસ કરવા પ્રોત્સાહન આપવાનો છે. PLI સ્કીમનો હેતુ દેશમાં કોમ્પિટિશન માહોલને જાળવી રાખવા રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...