કોરોનાથી થયો હતો વિલંબ:પ્રિકોશન ડોઝની કામગીરી બાદ દેશમાં CAA લાગુ કરાશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્વિમ બંગાળના ભાજપ નેતા શુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન દેશમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) જલદી લાગુ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેના પર ગૃહમંત્રીએ CAA લાગુ કરવાની તૈયારી અંગે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વેક્સિનના પ્રીકોશન ડોઝ લગાવવાનું અભિયાન પૂર્ણ થયા બાદ સીએએ લાગુ કરાશે.

સીએએ માટે નિયમ બનાવ્યા બાદ તેને લાગુ કરી શકાશે. ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર એક્ટના નિયમો બન્યા ના હોવાથી તેને લાગુ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે કોરોના મહામારીનો હવાલો આપીને તેના નિયમો બનાવવામાં વિલંબ થયો હોવાનું કારણ દર્શાવ્યું છે.

શાહ સાથે મુલાકાત બાદ શુભેન્દુ અધિકારીએ ગૃહમંત્રીને શિક્ષક ભરતી કૌભાંડમાં સામેલ ટીએમસીના 100 નેતાઓની યાદી સોંપી હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...