• Gujarati News
  • National
  • By The Time Of Rathyatra, The Entire Puri Temple Will Be Decorated With New Ornaments. Will Appear From A Distance

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રથયાત્રા સુધીમાં પુરી મંદિર નવા શણગાર સજશે, અતિક્રમણ હટતા મંદિર એક કિ.મી. દૂરથી દેખાશે

પુરી15 દિવસ પહેલાલેખક: સુજીત ઠાકુર
  • કૉપી લિંક
  • ઓડિશામાં જગન્નાથ મંદિર કૉરિડોરનો કાયાકલ્પ, એક સાથે 25 લાખ શ્રદ્ધાળુ આવી શકશે

ઓડિશાના જગન્નાથ પુરીમાં 9 દિવસની રથ યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. રથ બનાવવાનું કામ વેગવંતું છે. આ વખતે તે ભગવાન જગન્નાથ મંદિરથી એક કિલોમીટર દૂર પાર્કિંગથી જ જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરની આસપાસ અતિક્રમણ સાફ થઈ ચૂક્યા છે. આસપાસના 20 મઠ પણ હટાવી દેવાયા છે. તેથી મંદિર પણ દૂરથી જોઈ શકાય છે. આ ફેરફારનું કારણ છે જગન્નાથ મંદિર પરિસર કૉરિડોરનો કાયાકલ્પ. રાજ્ય સરકારે માર્ચ 2023 સુધી મંદિર પરિસરને શણગારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પ્રોજેક્ટ બાદ શ્રદ્ધાળુ પાર્કિંગથી સીધા મંદિરના ઉત્તર દ્વારે પહોંચી શકશે.

100 વર્ષમાં પહેલીવાર મંદિરની બાઉન્ડ્રી વૉલ જોવા મળશે

  • કોરોના પહેલા રથયાત્રામાં 7-10 લાખ શ્રદ્ધાળુ આવતા હતા. આ વખતે 12-15 લાખ આવવાની શક્યતા છે. વિકાસ કાર્ય પૂરા થતાં 25 લાખ શ્રદ્ધાળુની ક્ષમતા હશે.
  • 100 વર્ષમાં પહેલીવાર મંદિરની બાઉન્ડ્રી વૉલ (મેઘાનંદ પ્રાચીર) પૂરી જોવા મળશે.
  • શ્રદ્ધાળુઓ માટે 3 ધર્મશાળા બનશે. હાલનું પાર્કિંગ પરિસર ચાર માળનું હશે. સૂચનાઓ આપવા માટે નવું માહિતી કેન્દ્ર પણ બનશે.
  • શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને કુલ 3200 કરોડ રૂપિયાની યોજના બનાવી છે, જે ચરણબદ્ધ રીતે પૂરી કરાશે.
  • પ્રોજેક્ટ એન્જિનિયર દેવી પ્રસન્ન ઘોષ મુજબ, શરૂઆતમાં 331 કરોડ માત્ર 12 એકરના વિકાસ માટે છે. 12 કરોડ ખર્ચ થઈ ચૂક્યો છે.
  • વિકાસ કાર્ય કરવાની જવાબદારી સંભાળી રહેલી બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીના એમડી જેકે દાસ કહે છે કે કામગીરી ટાટા પ્રોજેક્ટ કરી રહી છે.
  • કાર્યો પૂરા થયા બાદ પુરી વારસાનું આંતરરાષ્ટ્રીય સ્તર બની જશે. મંદિરની સાથે પુરી નગરનો પણ કાયાકલ્પ થશે.

7 લેયરમાં હશે સમગ્ર પરિસર, મંદિર 7 એકરમાં રહેશે
પુરીનું જગન્નાથ મંદિર પરિસર 19 એકરમાં ફેલાયેલું છે. તેમાં 7 અેકરમાં મંદિર છે. 12 એકરમાં વિકાસ કાર્ય થવાના છે. સમગ્ર પરિસર (7 એકર છોડીને) ચતુષ્કોણ આકારમાં વિકસીત થશે. તેના 7 લેયર હશે:

પહેલું લેયર: આ બફર ઝોન હશે. મંદિર ભવનથી 7 મીટરના વ્યાપમાં કોઈ પ્રવેશ નહીં કરી શકે. પૂજારી પણ નહીં.
બીજું લેયર: અંદરનો પરિક્રમા પથ 10 મી. પહોળો હશે. રથયાત્રામાં મંદિરની મૂર્તિઓને લાવનારા મંદિર પ્રબંધન સાથે જોડાયેલા લોકો આવ-જા કરી શકશે.
ત્રીજું લેયર: લેન્ડસ્કેપ 14 મી. પહોળું હશે. આ સ્થળે બગીચા, ફુટપાથ અને રેમ્પ હશે. શ્રદ્ધાળુ મંદિર જોઈ શકશે.
ચોથું લેયર: બહારનો પરિક્રમા પથ 8 મીટર પહોળો હશે. શ્રદ્ધાળુ પરિક્રમા કરી શકશે. પરિક્રમા માટે બેટરી સંચાલિત રિક્ષાનો ઉપયોગ કરી શકાશે.
પાંચમું લેયર: 10 મીટર પહોળું હશે. શૌચાલય જેવી જન-સુવિધાઓ બનશે.
છઠ્ઠું લેયર: સર્વિસ લેન 4.5 મીટર પહોળો હશે. તેમાં માત્ર એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહન આવ-જા કરી શકશે.
સાતમું લેયર: આઉટર એરિયા રોડ હશે. 20 મી. પહોળા રસ્તાથી શ્રદ્ધાળુ ઓટો, બેટરી રિક્ષાથી અવર-જવર કરી શકશે.

કાયાકલ્પથી ઓપન સ્પેસ 5 એકરથી વધીને 25થી વધુ એકર થઈ જશે. રસ્તો મેઘાનંદ પ્રાચીરથી 55 મીટર દૂર થઈ જશે, જે હાલ મંદિરની નજીકથી પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...