ભાસ્કર ઈન્ટરવ્યૂ:ઉદ્યોગપતિઓ ચીનથી બિઝનેસ સમેટી MPમાં ફેક્ટરીઓ સ્થાપવા ઇચ્છુક : શિવરાજ

ભોપાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત પ્રવાસી સંમેલન અને ઇન્વેસ્ટર સમિટમાં દિગ્ગજો જોડાશે, દુનિયાને મધ્યપ્રદેશની સંસ્કૃતિ અને સ્વચ્છતા બંને દર્શાવીશું

મધ્યપ્રદેશ આ મહિને બે મોટા કાર્યક્રમોનું નેતૃત્વ કરવા તૈયાર છે. પ્રવાસી ભારતીય સંમેલન અને ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અહીંં યોજાશે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ આમાં ભાગ લેશે. 66 દેશો આમાં ભાગ લેશે. બે રાષ્ટ્રપ્રમુખો, 4 વિદેશ-નાણામંત્રી આવી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જ વિષય પર ઉપમિતા વાજપેયી સાથે વાતચીત કરી હતી.

  • ગ્લોબલ સમિટથી સૌથી મોટી અપેક્ષા શું છે ?

બાયર-સેલર મીટ થશે. અમારા એક્સપોર્ટરની વન-ટુ-વન મીટિંગ થશે. મધ્યપ્રદેશમાં જે પેદાશો બની છે, તે દુનિયામાં પહોંચશે. ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ, હેરિટેઝ તેમજ ધાર્મિક ટુરિઝમ સાથે સંબંધિત પેદાશો દુનિયામાં જશે. ઉત્પાદનમાં અમે અનેક રેકોર્ડ તોડી ચૂક્યા છીએ. ડ્યૂરમ વ્હીટ, બાસમતી ચોખા પ્રદર્શિત કરાશે. ખાણીપીણીની ચીજો અને સ્વચ્છતાને દુનિયાની સામે રજૂ કરાશે.

  • પ્રી- બુકિંગની સ્થિતિ કેવી છે ?

રજિસ્ટ્રેશન 100 ડોલર આપીને થયા છે, મફતમાં રજિસ્ટ્રેશન થયાં નથી. દર વખતે 2000 થતાં હતાં, આ વખતે 3800 થયાં છે. જે બેગણા છે.

  • ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજીથી શું MPને પણ આશા હતી ?

કેટલાક ઉદ્યોગપતિઓ ચીનથી પોતાના બિઝનેસને સમેટીને પોતાના દેશમાં પરત ફરવા માટે ઇચ્છુક છે. આ ઉદ્યોગપતિઓ મધ્યપ્રદેશમાં ફેક્ટરીઓ સ્થાપવા ઇચ્છુક છે. તેમાં સેમીકન્ડક્ટર અને ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલાં કેટલાંક મોટાં ગ્રૂપ છે.

  • તમે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ માટે કયા મોટા બિઝનેસ હાઉસને ફોન કે મળીને આમંત્રણ આપ્યાં ?

70 મોટા બિઝનેસમેન છે, જે 5,000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવે છે. 10000 ટર્નઓવરવાળી કંપનીઓ પણ છે. તાતાના ચંદ્રશેખરન, અજય પિરામલ , કુમારમંગલમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ સાથે પોતે વાત કરી છે અને તેમને આમંત્રણ અપાયાં છે.

  • કંપની સાથે ડીલ અમલી બને, તેના માટે શું કરાશે ?

ભાષણથી ટાઇઅપ થતાં નથી, વન-ટુ-વનથી ટાઇઅપ થાય છે, જેથી તેઓ પોતે 18 કલાક મીટિંગ કરશે. કંપનીઓ સાથે વન-ટુ-વન મીટિંગ કરશે. 314 કંપનીઓ છે, જે તેમની સાથે મીટિંગ કરવા ઇચ્છુક છે. ડીલ માટે 25 ટકા સક્સેસ રેટ છે. આ શક્ય નથી કે આજે વાત થાય અને આવતીકાલે અમલી બની જાય.

  • માફિયા-દુષ્કર્મી સામે અભિયાન ચલાવીને જે જમીનો મુક્ત કરાવાઇ છે તે રોકાણ માટે આપશો ?

જે શહેરોથી દૂર છે, તેમને રોકાણ માટે આપી શકાય છે. કલેક્ટર દ્વારા આ જમીન અલગ કરવામાં આવી રહી છે. શહેરથી દૂર લોકો રહેશે નહી, જેથી કારોબાર માટે આવી જમીનનો ઉપયોગ કરવામાં આવશે.

  • એવી કઇ ચીજો છે, જે પ્રથમ વખત સમિટમાં યોજાઇ રહી છે ?

ખાસ પ્રદર્શનમાં વેદાંત વિરાસતને દર્શાવવામાં આવશે. પ્રથમ વખત દુનિયાભરમાંથી આવેલા લોકો હોમસ્ટેમાં ઇન્દોરના પરિવારોની સાથે રહેશે, 100 લોકોએ આના માટે નોંધણી કરાવી છે. ઇવેન્ટમાં આવનાર દરેક પ્રતિનિધિનાં નામ પર એક વૃક્ષ લગાવાશે. પ્રદર્શનમાં વિદેશી સ્ટોલ પણ રહેશે. આટલા મોટા પાયે મધ્યપ્રદેશમાં પહેલા ગ્લોબલ સમિટ યોજાઇ નથી.

  • કયા ક્ષેત્રમાં સૌથી વધારે આશા છે ?

ટેક્સટાઇલ અને રેડીમેડ ગારમેન્ટમાં સૌથી વધારે રસ છે, કારણ કે તેમાં સૌથી વધુ રોજગાર પણ છે. આમાં યુવતીઓને રોજગારીની તકો વધુ મળી રહી છે. આ ઉપરાંત ફાર્મા, ટુરિઝમ, આઇટી, ઓટો મોબાઇલ પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...