તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corobari Varuna Kills Wife in law mother in law, Mixes Fish With Poisonous Substance Called Thallium

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમાઈ બન્યો જમ:ફિશની વાનગીમાં થેલિયમ નામનો ઝેરી પદાર્થ ભેળવીને પત્ની-સાળી-સાસુ-સસરાને ખવડાવી; સાસુ અને સાળીના મોત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરુણ અરોડાની પોલીસે ધરપકડ કરી. - Divya Bhaskar
વરુણ અરોડાની પોલીસે ધરપકડ કરી.
  • ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન વિશે ઈન્ટરનેટ પર વાંચીને હત્યા કરવાનો આઈડિયા મેળવ્યો
  • મને પુરી ખાતરી છે કે વરુણે ફિશમાં થેલિયમ ભેળવીને કે મારા સમગ્ર પરિવારને આપી દીધું હતું

ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન વિશે ઈન્ટરનેટ પર વાંચીને એક જમાઈએ પોતાની પત્ની, સાસુ-સસરા અને સાળીને મારી નાંખવાનું ષડયંત્ર રચ્યુ હતું. સદ્દામ હુસેન થેલિયમ નામનો એક ઝેરી પદાર્થ પોતાના દુશ્મનો માટે વાપરતો હતો. આ આઈડિયાનો ઉપયોગ કરીને દિલ્હીના કારોબારી વરુણે પોતાની પત્નીના પરિવારને ખત્મ કરવાની કોશિશ કરી હતી. વરૂણ સસરાના પરિવાર માટે ફિશની વાનગીમાં થેલિયમ ભેળવીને પોતાની સાથે લાવ્યો હતો. પત્ની, સાળી, સાસુ અને સસરાને ખવડાવી, પોતાને દાઢનો દુખાવો હોવાનું કહી ફિશ ન ખાધી. ઝેરની અસરથી સાળી અને સાસુના મોત થયા છે, જ્યારે તેની પત્ની આઈસીયુમાં છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે.

થેલિયમના કારણે પત્ની અને એક પુત્રીનું મૃત્યુ થયું
હોમિયોપેથી દવાઓના નિર્માતા દેવેન્દ્ર મોહન શર્માએ પોલીસને જણાવ્યું કે તે ઈન્દ્રપુરીમાં રહે છે અને તેની ફેકટરી દિલ્હીમાં છે. થેલિયમના કારણે તેમની પુત્રી પ્રિયંકા શર્મા અને તેમની પત્ની અનિતા શર્માનું મૃત્યુ થયું છે. જ્યારે તેમની મોટી દિકરી દિવ્યા ગંગા રામ હોસ્પિટલમાં છે.

વરુણ અને દિવ્યાનો પરિવાર
વરુણ અને દિવ્યાનો પરિવાર

એબોર્શન પછી દિવ્યાની હેરાન કરવાનું શરૂ કર્યું
શર્માએ પોલીસને જણાવ્યું કે ડોક્ટર્સની વાત માનીને દિવ્યાએ એબોર્શન કરાવી લીધું હતું. પછીથી વરુણ અને તેનો પરિવાર દિવ્યાને ખૂબ જ હેરાન કરવા લાગ્યા હતા. 31 જાન્યુઆરીએ દિવ્યા પોતાના માતા-પિતાના ઘરે ઈન્દ્રપુરી આવી હતી. વરુણે દિવ્યાને ફોન કરીને કહ્યું કે તે આખા પરિવાર માટે ફિશ બનાવીને લાવી રહ્યો છે. દિવ્યાએ ફિશ લાવવાની ના પાડી હોવા છતા તે બપોર ફિશ લઈને ઘરે પહોંચી ગયો હતો.

1 ફેબ્રુઆરીથી પ્રિયંકાની તબિયત ખરાબ થવા લાગી
શર્માએ આગળ કહ્યું કે દિવ્યા, મારી પત્ની અને મને આ ફિશ જબરજસ્તીથી ખવડાવી. મારી પુત્રી પ્રિયંકા ઘરે ન હતી તો તેણે સાંજે તે ઘરે પહોંચી પછી તેને ફિશ ખવડાવી. તે પછી 1 ફેબ્રુઆરીથી પ્રિયંકાની તબિયત ખરાબ થવા લાગી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવા છતા તેનું 15 ફેબ્રુઆરી સુધીમાં મૃત્યુ થયુ હતું. આ સિવાય મારી પત્નીની તબિયત પણ સતત બગડવા લાગી હતી.

દિલ્હીના કારોબારી વરુણ અરોડા
દિલ્હીના કારોબારી વરુણ અરોડા

મારી પત્ની અને પુત્રી દિવ્યાના બલ્ડ ટેસ્ટમાં થેલિયમ હોવાનું બહાર આવ્યું
શર્માએ કહ્યું કે મારી મોટી પુત્રીના પણ 15 ફેબ્રુઆરીથી વાળ ખરવાના શરૂ થઈ ગયા હતા. વરુણે બે દિવસ પછી મારી પુત્રીના વાળ પણ કાપી નાંખ્યા હતા. તેની સ્થિતિ સતત બગડી રહી હતી અને તે ગંગા રામ હોસ્પિટલના આઈસીયુમાં છે. મારી પત્ની અને પુત્રી દિવ્યાના બલ્ડ ટેસ્ટમાં થેલિયમ હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય મારી પત્નીનું પણ સારવાર દરમિયાન 21 માર્ચે મોત થઈ ગયુ હતું.

વરુણે ફિશમાં થેલિયમ ભેળવીને કે મારા સમગ્ર પરિવારને આપી દીધું
શર્માએ કહ્યું કે મને પુરી ખાતરી છે કે વરુણે ફિશમાં થેલિયમ ભેળવીને કે મારા સમગ્ર પરિવારને આપી દીધું હતું. તેણે પોતે દાઢમાં દુખાવો થતુ હોવાનું બહાનું બનાવીને ફિશ ખાધી ન હતી. આ સિવાય વરુણ-દિવ્યાના બાળકોને પણ ફિશ આપવામાં આવી ન હતી. મારા બ્લડ ટેસ્ટમાં થેલિયમનું પ્રમાણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો