• Gujarati News
  • National
  • Bus Sinks In Flood Waters, Passengers Rescued In Critical Condition, Landslide Kills 3, Red Alert In 5 Districts

કેરળમાં જળ પ્રલય:પૂરના પાણીમાં બસ ડૂબી, મુશ્કેલ સ્થિતિમાં પેસેન્જરોનો જીવ બચાવવામાં આવ્યો, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, 5 જિલ્લામાં રેડ એલર્ટ

2 મહિનો પહેલા

કેરળમાં ભારે વરસાદ બાદ 5 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્ણાકુલમ, ઈડ્ડુક્કી અને ત્રિશૂરમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમા તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝુ, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડનો સમાવેશ થાય છે.

કોટ્ટાયમ જિલ્લાના કૂટિકલમાં ભૂસ્ખલનને લીધે 3 લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ગુમ થયા છે. જાણકારી પ્રમાણે આ ઘટના પ્લાપલ્લીમાં થઈ છે. અહીં 3 ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે.

દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાઈરલ થયા છે. જેમાં કેરળના વિવિધ જિલ્લામાં સ્થિતિને દર્શાવવામાં આવી છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને લોકો તેમા ફસાઈ ગયા છે.

પાંચ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, તેમા કોટ્ટાયમનો પણ સમાવેશ થાય છે. અહીંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકોને એક કારને ધક્કો લગાવી ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બસ ડૂબી રહી છે અને લોકો બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નદી પાસે નહીં જવા સલાહ
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે લોકો નદી પાસે પહાડો પર જવાથી બચવું જોઈએ. આ સાથે લોકોને બીનજરૂરી રીતે પ્રવાસ નહીં ખેડવા સલાહ આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા હળવા દબાણને પગલે કેરળના તટીય પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

2 દિવસ ભારે વરસાદની ચેતવણી
મૌસમ વિભાગે આ જિલ્લાઓમાં 17 અને 18 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે 19 ઓક્ટોબરના રોજ વરસાદમાં કંઈક હસ્તક ઘટાડો થઈ શકે છે. સરકારે માછીમારોને ચેતવણી આપી છે કે તેઓ શનિવાર અને રવિવારે સમુદ્રમાં ન જાય.

અન્ય સમાચારો પણ છે...