• Gujarati News
  • National
  • Bus Overturns At Full Speed Near Katra, 5 year old Boy From Uttar Pradesh Dies In Accident, 16 Injured

બસ અકસ્માતના શૉકિંગ CCTV:કટરા નજીક પૂરપાટ ઝડપે બસ પલટી ગઈ, દુર્ઘટનામાં ઉત્તરપ્રદેશના 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું, 16 લોકોને ઈજા પહોંચી

એક મહિનો પહેલા

મા વૈષ્ણો દેવીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને કટરા નજીક ભયાનક અકસ્માત નડ્યો હતો. જેમાં એક પાંચ વર્ષના માસૂમનું મોત નીપજ્યું હતું. 30 ઓગસ્ટ મંગળવારે સાંજે સ્લીપર કોચ બસ કટરાથી શ્રદ્ધાળુઓને લઈને જમ્મુ માટે રવાના થઈ હતી. દરમિયાન કટરા-જમ્મુ રોડ પર કટરાથી લગભગ 2 કિલોમીટર દૂર કડમાલ વિસ્તારમાં શનિ મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા રોડ પર ઉભેલી એસટી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બંને બસો રોડ પર પલટી જતાં શ્રદ્ધાળુઓ ચીસો પાડવા લાગ્યા હતા.ન દુર્ઘટનામાં એક પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે 16 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોમાં મૃતક બાળકના માતા-પિતા પણ સામેલ છે. ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને જમ્મૂ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલ બસચાલકની શોધખોળ કરી રહી છે.