ઉત્તરાખંડમાં અકસ્માત:મધ્યપ્રદેશના 26 યાત્રીનાં મોત, ઘાયલ ડ્રાઈવરે કહ્યું- સ્ટીયરિંગ ફેલ થતાં બસ વૃક્ષ સાથે અથડાઈ

પન્ના22 દિવસ પહેલા
  • CM શિવરાજે મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવા માટે એરફોર્સનાં વિમાન માગ્યા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી છે. એમાં મધ્યપ્રદેશના પન્નના જિલ્લાના 26 યાત્રાળુ અને ડ્રાઈવર-ક્લીનર સહિત 30 લોકો સવાર હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે દુર્ઘટનામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે. આ તમામ યાત્રાળુઓ ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા. દુર્ઘટના કઈ રીતે થઈ એ ઘાયલ ડ્રાઈવરે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને જણાવ્યું...

રાતે પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવ્યું.
રાતે પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવ્યું.

CM શિવરાજે રાતે દોઢ વાગ્યે ભાસ્કરને જણાવ્યું હતું કે હું ચાર ઘાયલને મળ્યો. ઉદય સિંહ, તેમનાં પત્ની અક્ખી રાજા, રાજકુમારી અને ડ્રાઈવર હીરા સિંહ. હીરાએ જણાવ્યું હતું કે સ્ટીયરિંગ ફેલ થઈ ગયું હતું. તેમણે પહાડ તરફ ગાડીને વાળવાની કોશિશ કરી, જોકે કાર ઝાડ સાથે અથડાઈને ખાઈમાં જઈને પડી હતી. ઉદય સિંહે કહ્યું- જોરદાર અવાજ આવ્યો અને પલટી ખાઈને બસ ખીણમાં પડી હતી. જ્યારે ભાન આવ્યું તો પોલીસે મને ઉઠાવ્યો હતો. તેમની પત્ની અક્ખી બાઈ મને તેમના પુત્રનું પૂછી રહી હતી. તેણે કહ્યું હતું કે ત્યાં ઘણા લોકોના મૃતદેહો પડ્યા છે.

રાતે પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવ્યું.
રાતે પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવ્યું.

CM શિવરાજે કહ્યું હતું કે ઘટનાસ્થળ પરથી મળેલા મૃતદેહોનું પીએમ કરવામાં આવ્યું છે. મૃતદેહો 10 વાગ્યા સુધીમાં દેહરાદૂન પહોંચી જશે. રોડ માર્ગ પર પન્નાનું અંતર ઘણું છે. આ કારણે અમે પાર્થિવ શરીરને મધ્યપ્રદેશ લાવવા માટે એરફોર્સનાં વિમાન માગ્યા છે. બે વાગ્યા સુધીમાં એરફોર્સનાં વિમાન દેહરાદૂન આવી જશે. એ પછી મૃતદેહોને ખજૂરાહો એરપોર્ટથી પન્નાનાં ચાર ગામમાં પહોંચાડવામાં આવશે.

મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની મદદઃ CM
CM શિવરાજે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઘાયલોની સારવાર ફ્રી થાય, એની પણ વ્યવસ્થા કરીશું.

બસ અકસ્માત પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અગ્રણી અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા છે.
બસ અકસ્માત પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અગ્રણી અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા છે.

મોડી રાતે શિવરાજ દેહરાદૂન પહોંચ્યા
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે અધિકારીઓની સાથે બેઠક કરીને સ્થિતિ અને રેસ્ક્યૂ-ઓપરેશનની માહિતી લીધી. CM સવારે ઘટનાસ્થળની પણ મુલાકાત લેશે. તેમની સાથે અધિકારીઓની ટીમ પણ હાજર રહેશે. કન્ટ્રોલ રૂમના ચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે બસ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 24 મૃતદેહ મળ્યા છે, 2 લોકો ગુમ છે. ઉદય અખિરાજ, રાજકુમાર અને ડ્રાઈવર હીરા સિંહ ઘાયલ છે, જેમને દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે.

અધારું થઈ ગયું હોવાથી મૃતદેહોને રસ્તા સુધી પહોંચાડવામાં તકલીફ થઈ
બસ નંબર UK-04 1541 છે. એ હરિદ્વારથી ઊપડી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પુરોલા અશોક કુમારે જણાવ્યું હતું કે ઊંડી ખીણ અને અંધરાને કારણે મૃતદેહોને રસ્તા સુધી પહોંચાડવામાં મુશ્કેલી આવી હતી. ઉત્તરાખંડની દુર્ઘટના પછી એમ્બ્યુલન્સની સાથે મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

યાત્રાળુઓનાં નામ

બસમાં ડ્રાઈવર અને ક્લીનર સિવાય 14 પુરુષ અને 14 મહિલા હતાં.

રાજકુમાર(38), રાજકુંવર(58, મહિલા), મેનકા પ્રસાદ(56), સરોજ (54, મહિલા), બદ્રીપ્રસાદ(63), કરન સિંહ(62), ઉદય સિંહ(63), હક્કી રાજા(60), ચંદ્રકલી(61, મહિલા), મોતીલાલ (62), બલદેવ(77, મહિલા), કુસુમ બઈ(77 મહિલા), અનિલ કુમારી(50, મહિલા), કારસન બિહારી(69), પ્રભા(63, મહિલા), શકુંતલા(60, મહિલા), પાર્વતી(62, મહિલા), શીલા બાઈ( 61, મહિલા), વિશ્વકાંત(39), ચંદ્રકલા(57,મહિલા), કંછેદીવાલ(62), રાજભાઈ(59), ધનીરામ(72), કામબાઈ(57, મહિલા), વૃંદાવન(61), કમલા(59 મહિલા), રામસખી(63, મહિલા), ગીતાબાઈ(55,મહિલા).

અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડમાં બસ અકસ્માત પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે કહ્યું કે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી. મેં આ મામલામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

ઉત્તરાખંડના CM કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા. તેમણે અહીંથી રેસ્ક્યુ કામગીરીને મોનિટર કરી.
ઉત્તરાખંડના CM કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા. તેમણે અહીંથી રેસ્ક્યુ કામગીરીને મોનિટર કરી.

શિવરાજે કહ્યું- ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું- ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ જઈ રહેલી બસ ખીણમાં પડવાથી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના યાત્રાળુઓના મૃત્યુ થયા છે, આ ઘટના ખૂબ જ દુઃખદ અને પીડાજનક છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

એક અન્ય ટ્વિટમાં શિવરાજે કહ્યું- હું અને મારી ટીમ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક જિલ્લા પ્રશાસનના સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર અને મૃતકોના શબને મધ્યપ્રદેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દુઃખની આ સ્થિતિમાં પરિવાર પોતાને એકલો ન સમજે. અમે બધા પરિવારની સાથે છીએ.

અન્ય સમાચારો પણ છે...