વનક્ષેત્ર વધવાની કહાની:બંગલાના ગાર્ડન અને ઝાડીઓને વનક્ષેત્રમાં ખપાવી દેવામાં આવ્યાં

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક

ગામડાની હાલત ગુલાબી બતાવવા માટે કાગળ પર તો ખેલ થતા જ હતા, પરંતુ હવે જંગલો વધુ બતાવવા માટે પણ આવું કરાય છે. દિલ્હીના પોશ અકબર રોડ વિસ્તારમાં એક હિસ્સો જંગલ વિસ્તાર (મોડરેટ ફોરેસ્ટ એરિયા) ગણાવાયો છે. લુટિયન્સ ઝોનનો કેટલોક હિસ્સો પણ ફોરેસ્ટ સરવે ઓફ ઈન્ડિયાના નકશામાં ફોરેસ્ટ કવર છે.

દર બે વર્ષે આવનારા ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટમાં સામાન્ય રીતે દેશમાં વનક્ષેત્ર વધ્યાની વાત થાય છે. હાલમાં જ પહેલીવાર ફોરેસ્ટ સરવે ઓફ ઈન્ડિયા (એફએસઆઈ)નો નકશો સામે આવ્યો. આ નકશા સાથે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના નકશાની તુલના થઈ, તો ચોંકાવનારી બાબત સામે આવી. બેંગલુરુના તાતા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડૉ. એમ.ડી. મધુસૂદને કહ્યું કે, સામાન્ય રીતે નકશા જાહેર નથી કરાતા. ગયા વર્ષે આવેલા જિયો સ્પેશિયલ ડેટા નીતિ પછી હાલમાં જ પીએમ ગ્રામીણ સડક યોજના માટે આ નકશા જાહેર થયા. દહેરાદૂન સ્થિત ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગે 1999થી 2019 દરમિયાન આસામના સોનિતપુરમાં 34,400 હેક્ટર વન ક્ષેત્ર ઘટ્યાની માહિતી આપી હતી, પરંતુ ત્યાંના ફોરેસ્ટ સર્વે રિપોર્ટમાં ત્યાં 33,800 હેક્ટર વન ક્ષેત્ર વધ્યું હોવાનું કહેવાયું છે.

ડૉ. મધુસુદનના મતે, રિપોર્ટમાં જે આંકડા અપાય છે, તેમાં ઘણું બધું છુપાવાય છે. વનોની ત્રણ શ્રેણી છે. ગાઢ વન, મધ્યમ વન અને ખુલ્લા વન. ખુલ્લા વન વાસ્તવિક વન ક્ષેત્રથી બહાર એવા વિસ્તારો હોય છે, જ્યાં એક હેક્ટર જમીન પર 10% વિસ્તારમાં વૃક્ષો હોય છે. જંગલો જાહેર સંપત્તિ છે. એટલે ચાના કે નારિયેળના બગીચા જેવા કોમર્શિયલ વિસ્તારોને વનમાં ના ગણી શકાય.

એવી જ રીતે, જ્યાં ખેતી થાય છે, તેને પણ જંગલ ના કહેવાય. જંગલના વૃક્ષોની ચોક્કસ વ્યાખ્યા છે. જેમ કે, તેની ઊંચાઈ ઓછામાં ઓછી પાંચ મીટર હોવી જોઈએ. કયા વૃક્ષ, કઈ જમીન પર, કોની માલિકીના છે- એ ધ્યાનમાં રાખ્યા વિના ફોરેસ્ટ કવર ગણાઈ રહ્યા છે.

જંગલોમાં મોટા વૃક્ષો ગણાય છે. હવે જંગલો કપાઈ રહ્યા છે અને તે વૃક્ષોના બદલે છોડ વવાય છે. પછી તેને જંગલ કહેવાય છે. પહેલા વૃક્ષો કપાય તેને જ જંગલો ખતમ થતા ગણાતા. એફએસઆઈએ વનની વ્યાખ્યા સમજવાની જરૂર છે.

ગુજરાતના બન્ની ગામમાં જંગલી ઘાસને પણ વન ક્ષેત્ર ગણ્યું છે
ડૉ. મધુસૂદનના મતે, સોનીતપુરના ડિિજટલ નકશા ઝૂમ કર્યા ત્યારે ખબર પડી કે, જે વિસ્તારમાં જંગલ બતાવાયું છે, તે ચાના બગીચા છે. ગુજરાતના બન્ની ગામમાં જંગલી ઘાસને પણ વન ક્ષેત્ર ગણ્યું છે, જ્યારે તે વિસ્તારમાં ઘાસ અને વનસ્પતિ તો નષ્ટ થઈ ગયા છે. પ. બંગાળના નક્સલવાડી ગામના ચાના બગીચાને પણ ફોરેસ્ટ એરિયા ગણાવાયો છે. તમિલનાડુના કોઈમ્બતુરના વેલાપરઈમાં પણ ચાના બગીચાને ફોરેસ્ટ ગણાયું છે. તમિલનાડુના મેદાની વિસ્તારોના પોલાચ્ચી કસબાના ગ્રીન કવરમાં નારિયેળના બાગ નીકળ્યા. લક્ષદ્વીપમાં 95% ફોરેસ્ટ કવર બતાવાય છે, પરંતુ ત્યાં તો ફક્ત નારિયેળીના વૃક્ષો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, જેસલમેરના રણપ્રદેશને પણ રણપ્રદેશ બતાવાયો છે કારણ કે, ત્યાં ઝાડીઓ છે. એ ઝાડીઓને વન ક્ષેત્ર ગણ્યું છે.

દેશનું 34 ટકા વન ક્ષેત્ર ગાયબ
સીએસઈના ડિરેક્ટર જનરલ સુનીતા નારાયણના મતે, ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં 1.6 લાખ હેક્ટર (0.2%) વન ક્ષેત્ર વધ્યું છે. દેશમાં 7.753 કરોડ હેક્ટર ફોરેસ્ટ લેન્ડ છે, જેના પર 5.166 કરોડ હેક્ટર ફોરેસ્ટ કવર છે. બાકીના 2.587 કરોડ હેક્ટર (34%) જમીનનો તેમાં ઉલ્લેખ જ નથી. આ આંકડા યુપીના ક્ષેત્રફળ જેટલા છે. આ રિપોર્ટ પરથી એ નક્કી કરવાનું હતું કે, આ જમીન પર શું છે, તેના પર અતિક્રમણ થયું છે કે તે બંજર થઈ ગઈ છે?

અન્ય સમાચારો પણ છે...