• Gujarati News
  • National
  • Bundles Of 500 2000 Notes Came Out From The Seats Of Two Luxurious Cars, 8 Hours Were Counted.

ચૂંટણી પહેલાં ગુજરાતમાં લવાતા 5.94 કરોડ ઝડપાયા:બે લક્ઝુરિયસ કારની સીટમાંથી નીકળ્યાં 500-2000ની નોટનાં બંડલ, 8 કલાક તો ગણવામાં લાગ્યા

2 મહિનો પહેલા
  • રકમ શિવગંજ અને સુમેરપુર વિસ્તારમાં અલગ-અલગ લોકો પાસેથી એકઠી કરવામાં આવી હતી
  • પહેલી વખત આટલી મોટી હવાલાની રકમ ઝડપાયાની ઘટના બની

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજસ્થાનના સિરોહીમાં હવાલાની મોટી રકમ પકડાઈ ગઈ છે. 2 કારમાં સીટોની નીચે બનાવવામાં આવેલા બોક્સમાં નોટોના બંડલ રાખીને ગુજરાત મોકલવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર રકમ શિવગંજ અને સુમેરપુર વિસ્તારમાં અલગ-અલગ લોકો પાસેથી એકઠી કરવામાં આવી હતી અને અમદાવાદમાં 2 પેઢી સુધી પહોંચાડવાની હતી. કારમાંથી પકડવામાં આવેલા હવાલાના રૂપિયા ગણવા માટે પોલીસે બેંકથી મશીન મંગાવવા પડ્યા. અંદાજિત 8 કલાક બાદ આ નોટોની ગણતરી પૂર્ણ થઇ શકી હતી. આ રકમ 5.94 કરોડ રૂપિયા છે. પહેલી વખત આટલી મોટી હવાલાની રકમ ઝડપાયાની ઘટના બની છે.

નોટોનાં બંડલ લઇને જઇ રહેલા 4 શખસ સાહિલ પ્રજાપતિ, પ્રવીણ રબારી, છગનલાલ પ્રજાપત અને દલારામ પ્રજાપતની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને કારને મોડિફાઇડ કરીને સીટોની નીચે બનાવવામાં આવેલા બોક્સમાં રૂપિયા રાખવામાં આવ્યા હતા. હવાલાની આટલી મોટી રકમ પકડવાની સૂચના આપવા પર જોધપુરથી ઇન્કમ ટેક્સ વિભાગન અધિકારીઓ પહોંચ્યા અને ચાર યુવકોની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે.

હવાલાના આ રૂપિયા અમદાવાદની બે પેઢીને પહોંચાડવાના હતા. આ સમગ્ર રકમ શિવગંજ અને સુમેરપુર વિસ્તારના અલગ-અલગ લોકો પાસેથી એકઠી કરવામાં આવી હતી.
હવાલાના આ રૂપિયા અમદાવાદની બે પેઢીને પહોંચાડવાના હતા. આ સમગ્ર રકમ શિવગંજ અને સુમેરપુર વિસ્તારના અલગ-અલગ લોકો પાસેથી એકઠી કરવામાં આવી હતી.

સમાચારપત્રોમાં વીંટાળીને રાખેલાં હતાં નોટોના બંડલ
CI હરચંદ દેવાસીએ જણાવ્યું કે, અમદાવાદમાં શંકરલાલ પ્રજાપત અને પ્રજાપત રામલાલ એન્ડ કંપનીના 2 ફર્મોની પાસે આ રૂપિયા પહોંચાડવાના હતા. રામલાલ એન્ડ કંપની ફર્મ 5થી 7 લોકો સંયુક્ત રીતે સંચાલિત કરી રહ્યા છે, જે હવાલાનું જ કામ કરે છે. પોલીસ ઘણા દિવસોથી આના પર નજર રાખી રહી હતી. બુધવારે બાતમીદારની સૂચના બાદ માવલ ચોકી પાસે નાકાબંધી કરવામાં આવી. આ દરમિયાન આવેલી 2 લક્ઝરિયસ કારોને રોકીને તપાસ કરવામાં આવી તો તેમાં સીટોની નીચે બનાવેલા બોક્સમાં સમાચાર પત્રોમાં વીંટાળીને રાખેલી 2000, 500 અને 100 રૂપિયાની નોટોના બંડલ મળ્યા. આના પર પોલીસે રૂપિયા જપ્ત કરી લીધા અને કારસવાર લોકોને પોલીસ સ્ટેશન લઇ જવાયા.

પોલીસે નોટોનાં બંડલ લઇને જઇ રહેલા 4 શખસ સાહિલ પ્રજાપતિ, પ્રવીણ રબારી, છગનલાલ પ્રજાપત અને દલારામ પ્રજાપતની ધરપકડ કરી છે. ITએ પણ તપાસ શરૂ કરી.
પોલીસે નોટોનાં બંડલ લઇને જઇ રહેલા 4 શખસ સાહિલ પ્રજાપતિ, પ્રવીણ રબારી, છગનલાલ પ્રજાપત અને દલારામ પ્રજાપતની ધરપકડ કરી છે. ITએ પણ તપાસ શરૂ કરી.

હવાલાના રૂપિયાનો વહીવટ કરનારાઓની માહિતી એકઠી કરી રહ્યા છે અધિકારી
CIએ જણાવ્યું કે, કારની સાથે પકડવામાં આવેલા ચારેય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, સ્વિફ્ટ કારમાં રાખવામાં આવેલા રૂપિયા શંકરલાલ પાસે અને કિયા કારમાં રાખેલા રૂપિયા રામલાલને પહોંચાડવાના હતા. તેમણે જણાવ્યું કે, આ રકમ શિવગંજ અને સુમેરપુર સહિત આસપાસના વિસ્તારોમાં હવાલાનું કામ કરનારા લોકો પાસેથી એકઠા કરીને બંને કારમાં રાખવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીમાં ખપાવવાના એન્ગલથી પણ શરૂ કરાઈ તપાસ
ત્યારે હવે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી પણ આ લોકો અંગે તપાસ કરી રહ્યા છે, જેમણે હવાલાના રૂપિયા આપ્યા છે. હવાલાની આ રકમને ગુજરાતમાં આગામી મહિનામાં થનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા ચૂંટણીમાં ખપાવવા માટે એકઠા કરવામાં આવ્યા હતા. પોલીસે આ એન્ગલથી પણ તપાસ શરૂ કરી છે.

બન્ને કારમાં સીટોની નીચે બનાવેલા બોક્સમાં સમાચાર પત્રોમાં વીંટાળીને રાખેલી 2000, 500 અને 100 રૂપિયાની નોટોના બંડલ રાખ્યા હતા.
બન્ને કારમાં સીટોની નીચે બનાવેલા બોક્સમાં સમાચાર પત્રોમાં વીંટાળીને રાખેલી 2000, 500 અને 100 રૂપિયાની નોટોના બંડલ રાખ્યા હતા.

સીટની નીચે બનેલાં બોક્સમાંથી નોટોનાં બંડલ મળ્યાં
DSP યોગેશ શર્માએ જણાવ્યું કે, નોટોના બંડલ રાખવા માટે બન્ને કારોને મોડિફાઇડ કરવામાં આવી હતી. કારમાં સીટોની નીચે બોક્સ બનાવીને સમાચાર પત્રોમાં વીંટાળીને નોટોના બંડલ રાખવામાં આવ્યા હતા. નાકાબંધી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશન લાલે બાતમીદાર પાસેથી હાવાલની રકમ લઇ જવાની માહિતી મળી હતી. આના પર કારોની તપાસ કરવામાં આવી અને સીટ નીચે બનેલા બોક્સમાં નોટોના બંડલ મળ્યા.

અન્ય સમાચારો પણ છે...