તળાવમાંથી નીકળ્યા 1 કરોડ રૂપિયા!:અજમેરના આનાસાગરમાંથી નીકળ્યા 2 હજારની નોટનાં બંડલ, લોકોની ભીડ ઊમટી પડી, જુઓ VIDEO

અજમેર23 દિવસ પહેલા
  • જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતી મળી હતી

અજમેરમાં શુક્રવારે એ સમયે હડકંપ ઊભો થઈ ગયો, જ્યારે આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરી. એ બાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યાં. પોલીસનું કહેવું છે કે આ બંડલ નકલી લાગી રહ્યાં છે, જે કુલ 1.08 કરોડનાં છે, જોકે ભીની હોવાને કારણે કંઈ સ્પષ્ટ થતું નથી.

તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે. એ એકદમ 2 હજારની અસલી નોટની જેવી જ લાગતી હતી. તમામ નોટનાં બંડલ પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળ્યાં. ઘટના પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની છે.

સ્થાનિક પોલીસે જપ્ત કરેલી નોટ અંગે RBI પાસેથી સલાહ માગી છે.
સ્થાનિક પોલીસે જપ્ત કરેલી નોટ અંગે RBI પાસેથી સલાહ માગી છે.

ASI બલદેવ સિંહે જણાવ્યું હતું કે આનાસાગર તળાવમાં 3 થેલીમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આનાસાગર તળાવમાં પડેલી નોટ જપ્ત કરી. તેમણે જણાવ્યું કે તળાવમાંથી મળેલી નોટ અસલી છે કે નકલી એ હાલ ખ્યાલ નથી આવતો. મળી આવેલી તમામ નોટ પર રિઝર્વ બેંક લખેલું છે. પાણીમાં હોવાને કારણે એ ભીની થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અંગે ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય બેંક પાસેથી આ અંગેની જાણકારી લીધા બાદ આ મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોને ફેંકી એ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે, જેથી સ્પષ્ટ થઈ જાય કે આ નોટ આનાસાગરમાં ક્યાંથી આવી. હાલ પોલીસે નોટને જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

તળાવમાં નોટની વાત સાંભળીને સ્થાનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
તળાવમાં નોટની વાત સાંભળીને સ્થાનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

આ પહેલાં મળેલી નોટ અસલી હતી
જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતી મળી હતી. નોટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને તરવૈયાઓ પણ તળાવમાં કૂદી પડ્યા. આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં તરતી નોટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ ઝાયરીનના તળાવમાં પડેલા પર્સમાંથી આ નોટ નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...