તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bullet Train Running Between Mumbai Ahmedabad May Have Arrived, Japanese Embassy Shared Photos

બુલેટ ટ્રેન કેવી હશે?:મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન આવી હશે, જાપાનના દૂતાવાસે તસવીરો શૅર કરી

નવી દિલ્હી9 મહિનો પહેલા

ભારતના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળતો દેખાઈ રહ્યો છે. ભારત ખાતેના જાપાની દૂતાવાસે શુક્રવારે બુલેટ ટ્રેન E5 સિરીઝ શિન્કાનસેનની સત્તાવાર તસવીરો શૅર કરી. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ બંને શહેર વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. 508 કિ.મી. લાંબા આ હાઇ સ્પીડ રેલ કોરિડોરને ભારત સરકારે 5 વર્ષ અગાઉ મંજૂરી આપી હતી.

ટ્રેનમાં કેટલાક ફેરફાર કરાશે, જેથી મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં એનો રોલિંગ સ્ટોક એટલે કે રેલવેમાં ઉપયોગમાં લેવાતી ટ્રેનો અને વેગન તરીકે યુઝ કરી શકાય. આ ટ્રેન ભારતીય રેલ વ્યવસ્થાને વેગ આપશે. આ પ્રોજેક્ટે શરૂમાં ગુજરાતમાં તો ઝડપ પકડી હતી, પણ ગ્રાઉન્ડ લેવલે કેટલીક મુશ્કેલીઓને કારણે મહારાષ્ટ્રમાં કામ ધીમું પડી ગયું હતું.

તાજેતરમાં રેલવે બોર્ડના સીઇઓ-ચેરમેન વી. કે. યાદવે જણાવ્યું હતું કે પુલો અને સુરંગ બનાવવાનું કામ ભારતીય કોન્ટ્રેક્ટર્સ કરી રહ્યા છે, જ્યારે સિગ્નલ, ટેલિકોમ અને રોલિંગ સ્ટોકનું કામ જાપાનની કંપનીઓ કરી રહી છે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાન 0.1 ટકા વ્યાજદરે 79 હજાર કરોડ રૂ.ની લોન આપીને 80 ટકા ફન્ડિંગ કરી રહ્યું છે. આ લોનની પરતચુકવણીનો ગાળો 50 વર્ષ અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષ હશે.

અન્ય સમાચારો પણ છે...