• Gujarati News
  • National
  • Builder Ajay Chaudhary Is Close To Akhilesh Yadav, IT's Red At 40 Locations Of ACE Group

ITના દરોડા:ACE ગ્રુપના 40 ઠેકાણાઓ પર ITની રેડ, અખિલેશ યાદવના નજીકના છે બિલ્ડર અજય ચૌધરી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વધુ એક નજીકના વ્યક્તિના ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગે રેડ કરી છે. ACE ગ્રુપના ચેરમેન અજય ચૌધરીના ઠેકાણાઓ પર રેડ ચાલી રહી છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ACE ગ્રુપના દિલ્હી, નોઈડા અને આગ્રા સહિતની 40 જગ્યાઓ પર રેડ ચાલી રહી છે.

અખિલેશ યાદવના નજીકના છે અજય ચૌધરી
ACE બિલ્ડરના માલિક અજય ચૌધરીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. દિલ્હી અને NCRના મોટા બિલ્ડર અજય ચૌધરીના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ પાડવાના સમાચાર આવ્યા તો સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...