મોદી 2.0નું છેલ્લું બજેટ પૂર્ણ:બજેટમાં ગ્રામીણ અર્થતંત્ર, રોજગારી પર ફોકસ, ઘર માટે 50% વધુ રકમ...

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ વર્ગને લાભ આપવાનો પડકાર યથાવત્

કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ વિસ્તારોમાં ચલાવાતી કલ્યાણકારી યોજનાઓ પાછળનો ખર્ચ 50% વધારીને રૂ. બે લાખ કરોડ સુધી કરી શકેછે. એપ્રિલ-મે 2024માં સંભવિત લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રનું રોજગારી વધારવા પર પણ ફોકસ છે. એટલું જ નહીં, સસ્તા ઘરની યોજનાપર પણ સરકાર ધ્યાન આપી રહી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારામન આગામી વર્ષે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહામારીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ અર્થતંત્રમાં આવેલી સુસ્તી દૂર કરવા પર ધ્યાન અપાશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1.36 લાખ કરોડની વહેંચણી કરી હતી. જોકે, આ ખર્ચ વધારીને રૂ. 1.60 લાખ કરોડથી વધુ હોઇ શકે છે.

ચિંતાનું કારણઃ ખર્ચ-બજેટ બંને વધે, પરંતુ બેરોજગારી દર 8.04%
કોરોના પછી ગામડાંમાં મનરેગા થકી રોજગારી મેળવનારા લોકોની સંખ્યા વધી છે. આમ છતાં, બેરોજગારી દર ઉચ્ચ સ્તરે છે. સીએમઆઈઈ પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રામીણ બેરોજગારી દર 7%થી વધુ છે. નવેમ્બરમાં તે 8.04% હતો. મનરેગા માટે સરકારે આ વર્ષે રૂ. 73 હજાર કરોડનું બજેટ ફાળવ્યું હતું. તે બાદમાં વધારીને રૂ. 98 હજાર કરોડ કરવું પડ્યું છે.

બજેટ મીટિંગ શરૂઃ મોંઘવારી દર ઘટાડવા અને માગ વધારવા જેવા મુદ્દા મહત્ત્વના
બજેટમાં નાણા મંત્રી સીતારામને ઊંચો મોંઘવારી દર કાબૂમાં રાખવો, માગ અને રોજગારી વધારવી, અર્થતંત્રની ગતિ 8%થી વધુ જાળવી રાખવા જેવા પડકારો પર ધ્યાન આપવું પડશે. સીતારામને 21 નવેમ્બરે પ્રિ-બડે મીટિંગ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી તેઓ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી ચૂક્યા છે. 24 નવેમ્બરે તેઓ સામાજિક, આરોગ્ય અને શિક્ષણની સાથે સર્વિસ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરશે.

કેપિટલ ગેઇન્સ ટેક્સ દરોમાં સમીક્ષાથી લઈને આવક દર ઘટાડવાના સૂચન

  • જીએસટી કાયદાને ગુનાના દાયરામાંથી બહાર લાવો.
  • કેપિટલ ગેઇન્સ ટેક્સના દરોની સમીક્ષા થવી જોઇએ.
  • વ્યક્તિગત આવકવેરાના દરો ઘટાડવામાં આવે, જેથી લોકોની આક વધે અને માગ વધે.
  • કોર્પોરેટ ટેક્સના દર હાલ જેટલા જ જળવાઇ રહે.
  • મૂડીગત ખર્ચ જીડીપીના 3.3%થી 3.4% થાય. ચાલુ નાણાકીય વર્ષમાં તે 2.9% હતો.

(નાણા મંત્રીની વિવિધ પ્રતિનિધિ સાથે વાતચીતનો સાર)

અન્ય સમાચારો પણ છે...