તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માયાવતીના ધારાસભ્ય અખિલેશ સાથે:BSPના 6 બાળવાખોર SPમાં જોડાઈ શકે છે, અખિલેશ સાથે મુલાકાત કર્યાં બાદ પાછળના દરવાજાથી નિકળી જતા રહ્યા

લખનઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશમાં BSPના બળવાખોર અસલમ રાઈની સહિત 6 ધારાસભ્ય મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા લખનઉ સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ સાથે એવી અટકળો વહેતી થવા લાગી છે કે તમામ સભ્ય SPમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત BSPના વધુ ત્રણ ધારાસભ્ય અખિલેશના સંપર્કમાં છે.

અખિલેશનો સંપર્ક કરનારા એવા મોટાભાગના ધારાસભ્ય છે કે જેમની માયાવતીએ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે આ ધારાસભ્ય સમાજપાદી પક્ષનું સભ્યપદ પ્રાપ્ત કરશે નહીં, પણ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ આ પગલાં ભરી શકે છે.

આ સાથે એવી પણ માહિતી મળી છે કે છ ધારાસભ્ય અખિલેશ સાથે મુલાકાત કર્યાં બાદ પાછળના દરવાજાથી રવાના થઈ ગયા હતા. જિલ્લા પંચાયતના વિવિધ દાવેદારો પણ અખિલેશને મળવા માટે આવી રહ્યા હોવાથી તેઓ પાછળના દરવાજાથી નિકળી ગયા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થક પણ બહાર એકત્રિત થયા હતા. આ સંજોગોમાં જો વાત જાહેર થઈ જાય તો તેવા સંજોગોમાં તેમનું ધારાસભ્ય તરીકેનું પદ જોખમમાં આવી શકે તેમ હતું.

જિલ્લા પંચાયત ચૂંટણીના ઉમેદવાર પણ પોતાની દાવેદારી માટે અખિલેશને મળવા પહોંચ્યા
જિલ્લા પંચાયત ચૂંટણીના ઉમેદવાર પણ પોતાની દાવેદારી માટે અખિલેશને મળવા પહોંચ્યા

SPના દરબારમાં પહોંચેલા ધારાસભ્ય

  • અસલમ રાઈની (ભિનગા-શ્રાવસ્તી),
  • મુઝતબા સિદ્દીકી (પ્રતાપરુર-અલ્હાબાદ),
  • હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ),
  • હરગોવિંદ ભાર્ગવ,
  • અસલમ અલી ચૌધરી (ઢોલાના-હાપુડ),
  • સુષ્મા પટેલ (મુંગરા બાદશાહપુર)

રાજ્યસભા ચૂંટણી અગાઉ તોડવાનો પ્રયત્ન થયેલો
અખિલેશ યાદવે રાજ્યસભા ચૂંટણી અગાઉ પણ BSPને તોડવાનો પ્રયત્ન થયો હતો. આ સંજોગોમાં બસપાના 7 ધારાસભ્યને માયાવતીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. તેમાં અખિલેશને મળનાર ધારાસભ્યો સિવાય વંદના સિંહ(સાગડી-આઝામગઢ) પણ સામેલ હતા. લોકસભા ચૂંટણી દરમિયાન રામવીર ઉપાધ્યાય(સાદાબાદ) અને અનિલ સિંહ(ઉન્નાવ)ને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ મહિને લાલજી વર્મા(કટેહરી) અને રામઅચલ રાજભર(અકબરપુરા)ને પણ કાઢી મૂકવામાં આવ્યા.

BSPની બેઠકોનું ગણિત

વર્ષ 2017માં જીતેલી બેઠકો19
પેટાચૂંટણીમાં ગુમાવેલી બેઠકો1
BSPમાંથી હકાલપટ્ટી કરાયેલા ધારાસભ્ય11
BSPના બાકી રહેલા ધારાસભ્યો19-1-11= 7