તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BSP President's Tweet: Openly Review Your Policies, Life Of The Poor Has Become More Difficult Than Before

માયાવતીનો મોદી સરકારના બીજા કાર્યકાળ પર કટાક્ષ:બસપા પ્રમુખનું ટ્વિટ- પોતાની નીતિઓની ખુલ્લા મને સમીક્ષા કરો, ગરીબોનું જીવન પહેલા કરતા વધુ કષ્ટદાયક થયું

લખનઉએક વર્ષ પહેલા
  • માયાવતીએ કેન્દ્ર સરકાર પર ગરીબો અને ખેડૂતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો
  • બસપા સુપ્રીમોએ જનહિતમાં મોદી સરકારને સલાહ આપી, વાસ્તવિકતાથી દૂર ન રહે સરકાર

ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક નિશાન સાધ્યું છે. માયાવતીએ વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષને વિવાદોથી ઘેરાયેલું ગણાવ્યું છે. તેની સાથે જ બસપા સુપ્રીમોએ વડાપ્રધાન મોદીને ઘણી સલાહ આપતા એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા. પ્રથમ ટ્વિટમાં તેમણે કહ્યુ કે ભાજપની સરકારનું એક વર્ષ પુરુ થવા પર આજે અનેક દાવાઓ કરવામાં આવ્યા છે. જોકે એ વાસ્તવિકતાથી દૂર અને લોકોની સમજણની બહાર ન હોય તો સારું છે. આમ તો તેમનો કાર્યકાળ મોટાભાગના મામલામાં ખૂબ જ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. જેની પર તેમણે દેશ અને સામાન્ય લોકોના હિતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ.

પ્રવાસી, કિસાનો અને મહિલાઓનું જીવન પહેલા કરતા વધુ દ:ખદ બન્યું- માયાવતી

માયાવતીએ કહ્યું કે દેશના લગભગ 130 કરોડ લોકોમાંથી મોટાભાગના ગરીબો, બેરોજગારો, ખેડૂતો, પ્રવાસી શ્રમિકો અને મહિલાઓ વગેરેનું જીવન પહેલા કરતા વધુ કષ્ટદાયક બન્યું છે, જે ખૂબ જ દુ:ખદ છે, જેને ઝડપથી ભૂલી ન શકાય. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે તેમની નીતીઓ અને કાર્યશૈલી અંગે ખુલ્લા મનથી જરૂર સમીક્ષા કરવી જોઈએ અને જ્યાં તેમની ખામીઓ રહી છે, તેને છુપાવવાની જગ્યાએ, તેને દૂર કરવી જોઈએ. બહુજન સમાજ પાર્ટીની તેમને દેશ અને જનહિતમાં આ સલાહ છે.

અન્ય સમાચારો પણ છે...