ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા જ BSPએ મોટી જાહેરાત કરી છે. BSPનાં સુપ્રીમો માયાવતીએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. માયાવતી ઉપરાંત BSPનાં રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા પણ ચૂંટણી નહી લડે.
BSP કોઈની પણ સાથે ગઠબંધન કરશે નહીં
સતિશ ચન્દ્ર મિશ્રાએ કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં BSP સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બીજા અને ત્રીજા નંબર માટે લડાઈ લડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ચૂંટણી પહેલા કે બાદમાં પણ BSP કોઈની પણ સાથે ગઠબંધન કરશે નહીં.
યુપીમાં બ્રાહ્મણ સમાજને આકર્ષવા માટે તેમણે અનેક કાર્યક્રમોનું આયોજન
સમાજવાદી પાર્ટીનાં 400 બેઠકો જીતવાનાં દાવા પર સતીશ ચન્દ્ર મિશ્રાએ કહ્યુ, સમાજવાદી પાર્ટી પાસે 400 ઉમેદવાર જ નથી તો પછી આટલી બેઠકો તે કઈ રીતે જીતશે. એસપી કે ભાજપ સત્તામાં નહીં આવે. આ વખતે BSP જ સરકાર બનાવવા જઈ રહી છે. સતીશ ચન્દ્ર મિશ્રા ઘણા દિવસોથી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. અવધથી પૂર્વાંચલ અને પશ્ચિમ યુપી સુધી તેમણે પ્રવાસ કર્યો છે. ખાસકરીને બ્રાહ્મણ સમાજને આકર્ષવા માટે તેમણે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સમગ્ર બ્રાહ્મણ સમાજ અમારી સાથે છે
મિશ્રાએ વધુમાં જણાવ્યુ હતુ કે યુપીનાં બ્રાહ્મણ અમારી સાથે છે. ભાજપની સાથે તો બ્રાહ્મણ જશે જ નહીં અને સમાજવાદી પાર્ટીની સાથે બ્રાહ્મણ ક્યારેય પણ રહ્યા જ નથી. ભાજપની સરકારમાં બ્રાહ્મણ સમાજનાં 500થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. 100થી વધુ એન્કાઉન્ટર કરવામાં આવ્યા. બ્રાહ્મણ સમાજ પહેલેથી જ જોયુ છે કે BSPએ કઈરીતે તેમનું સન્માન વધાર્યુ હતુ. બ્રાહ્મણોને દરેક જગ્યાએ પછી ભલે તે અધિકારીઓની વાત હોય કે પછી કેબિનેટમાં મંત્રી પદ આપીને અધ્યક્ષ બનાવવાની વાત હોય કે ઉત્તરપ્રદેશમાં 4 હજારથી વધુ સરકારી વકીલ બનાવવાની વાત હોય, તમામ જગ્યાએ BSPએ બ્રાહ્મણોને સન્માન આપ્યુ છે. સતીશ ચન્દ્ર મિશ્રાઅ વધુમાં જણાવ્યુ હતુ કે બ્રાહ્મણ 12 નહી પણ 16 ટકા છે. એકાદ બે ટકાને બાદ કરતા સમગ્ર બ્રાહ્મણ સમાજ અમારી સાથે જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.