તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BSF Jawan Martyred In Firing From Pakistan In Baramulla, Pakistan Is Also Raining Mortar Shells In Keran Sector

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીએ LOC પર ધડાકા:પાકિસ્તાનના 11 જવાન ફૂંકી માર્યા, કાશ્મીર બોર્ડર પર ભારતે લીધો 4 જવાનની શહાદતનો બદલો, 15થી વધુ સૈનિકો ઇજાગ્રસ્ત

શ્રીનગર5 મહિનો પહેલા
પાકિસ્તાની આર્મીના ફાયરિંગના જવાબમાં ભારતીય આર્મીએ પણ તેનાં બંકરોનો નાશ કર્યો. આર્મીએ ઉરી સેક્ટરમાં નાશ કરેલાં બંકરનો વિડિયો જાહેર કર્યો છે. ફોટો આ વિડિયોમાંથી લેવામાં આવ્યો છે. - Divya Bhaskar
પાકિસ્તાની આર્મીના ફાયરિંગના જવાબમાં ભારતીય આર્મીએ પણ તેનાં બંકરોનો નાશ કર્યો. આર્મીએ ઉરી સેક્ટરમાં નાશ કરેલાં બંકરનો વિડિયો જાહેર કર્યો છે. ફોટો આ વિડિયોમાંથી લેવામાં આવ્યો છે.
 • પાકિસ્તાનનાં અનેક બંકર, લોન્ચ પેડ ઉડાવી દીધાં

દિવાળીના એક દિવસ પહેલાં ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 8થી 11 પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. ભારતના 4 જવાન શહીદ થયા છે અને 6 નાગરિકનાં પણ મોત થયાં છે. ભારતીય સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ઠાર મરાયેલા જવાનોમાં બે-ત્રણ તેની એસએસજી સેવાના કમાન્ડો પણ છે, જ્યારે 10થી 12 પાક. સૈનિકોને ઇજા થઈ હોવાનું મનાય છે.

ઇજાગ્રસ્ત સૈનિકોને સારવાર અર્થે ખસેડાયા
પાકિસ્તાની આર્મીનાં બંકર અને ચોકીઓને પણ મોટા પ્રમાણમાં તબાહ કરી દેવાયાં છે. આ પહેલાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એને રોકવા માટેના પ્રયાસમાં ઉરી સેક્ટરમાં બે ભારતીય સૈનિક શહીદ થયા હતા. તો ગુરેજમાં બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. કેટલાક ભારતીય સૈનિક ઇજાગ્રસ્ત થયા છે. આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ અઠવાડિયામાં બીજી વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
સૂત્રોના જણાવ્યા મુજબ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી પાક. આર્મીએ તંગધાર, ઉરી, ગુરેજ સહિત કેરન, નૌગામ વગેરે સેક્ટરમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. એમાં 3 નાગરિકોનાં મોત થયાં હતાં. 4 નાગરિકને ઇજા થઈ છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી અને યુદ્ધ વિરામ ઉલ્લંઘનની આ સપ્તાહની આ બીજી ઘટના છે. આ અગાઉ 7-8 નવેમ્બરે માછિલ સેક્ટરમાં આ પ્રકારનો પ્રયાસ થયો હતો. એ સમયે ભારતીય સૈનિકોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હતા.

પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ, કેરન, ગુરેજ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. કુપવાડાથી લઈને બારામુલ્લા સુધી પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે.

 • જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં સીઝફાયર વાયોલેશનમાં BSFના સબ-ઈન્સ્પેક્ટર રાકેશ ડોભાલ શહીદ થયા હતા. BSFના સબ-ઈન્સ્પેક્ટર રાકેશ ડોભાલ ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લાના ગંગાનગરના રહેવાસી હતા. પાકિસ્તાની સેનાએ પુંછ, કેરન સેક્ટરના કુપવાડાથી લઈ ઉરી સેક્ટરના બારામુલ્લા સુધી ફાયરિંગ કર્યું. આ સપ્તાહમાં બીજી વખત પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે.
 • ઉરી સેક્ટરમાં સેનાના 2 જવાન અને ગુરેજ સેક્ટરમાં એક જવાન શહીદ થયા હતા.
 • ફાયરિંગમાં માર્યા ગયેલા 6 નાગરિકમાં 3 ઉરી સેક્ટરના રહેવાસી છે.
 • અન્ય 4 જવાન અને 8 નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

પાકિસ્તાનનાં બંકર અને લોન્ચ પેડનો નાશ કર્યો
જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનનાં ઘણાં બંકરોનો પણ નાશ કર્યો છે. આ સિવાય ફ્યુલ ડમ્પ અને લોન્ચ પેડનો પણ નાશ કરવામાં આવ્યો છે. લગભગ 12 પાકિસ્તાની સૈનિકો જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયા છે.

કેરન સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ
આ દરમિયાન કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે આજે LOC સ્થિત કેરન સેક્ટરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. એ પછીથી તમામ જવાનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની આર્મીએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય આર્મીએ તેનો જવાબ આપ્યો.

નવેમ્બરમાં 128 વખત સીઝફાયર વાયોલેશન
આ સપ્તાહમાં બીજી વખત પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે. ઈન્ડિયન આર્મીનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે પાકિસ્તાન તરફથી 4052 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમાં 128 વખત નવેમ્બર અને 394 વખત ઓક્ટોબરમાં સીઝફાયર થયું છે. ગત વર્ષે 3233 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- વીર જવાનો માટે ઘરમાં દીવા પ્રગટાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો