• Gujarati News
  • National
  • Brutal Murder Of A Hindu Youth For Marrying A Muslim, Brother in law Openly Stabbed Me And Stabbed Me To Death

હૈદરાબાદમાં ઓનર કિલિંગ:મુસ્લિમ સાથે લગ્ન કરવા પર હિન્દુ યુવકની ક્રૂર હત્યા, સાળાએ ખુલ્લેઆમ સળિયાથી માર મારી છરી ઘોંસી રહેંસી નાખ્યો

13 દિવસ પહેલા

હૈદરાબાદમાં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ એક હિન્દુ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના હૈદરાબાદના સરુરનગરની છે, જ્યાં નાગરાજુ નામના યુવકને તેના જ સાળાએ રસ્તા વચ્ચે છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના બની ત્યારે નાગરાજુ પોતાની પત્ની અશ્નીન સુલ્તાના સાથે બાઈક પર સરુરનગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા વચ્ચે બે લોકોએ તેના પર ચપ્પા વડે હુમલો કરી દીધો. નાગરાજુના પરિવારે સુલ્તાનાના પરિવાર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હત્યાથી નાખુશ હિન્દુ સંગઠનોએ પોલીસ-પ્રશાસન વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી છે.

આર્ય સમાજ મંદિરમાં કર્યા હતા લગ્ન
નાગરાજુ રંગારેડ્ડી જિલ્લાના મરપલ્લી ગામનો રહેવાસી હતો, જ્યારે સુલ્તાના તેના પાડોશી ગામ ધાનાપુરમાં રહેતી હતી. બંને સાત વર્ષથી રિલેશનશિપમાં હતા, પરંતુ સુલ્તાનાના પરિવારને નાગરાજુ પસંદ નહોતો. 31 જાન્યુઆરીએ નાગરાજુ અને સુલ્તાનાએ ભાગીને લાલ દરવાજા વિસ્તારમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા અને સુલ્તાનાનું નામ બદલીને પલ્લવી રાખી દીધું.

નાગરાજુ અને સુલ્તાનાએ જાન્યુઆરીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
નાગરાજુ અને સુલ્તાનાએ જાન્યુઆરીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

બંને આરોપીની ધરપકડ
નાગરાજુ એક કાર શોરુમમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. 4 મહિના પહેલાં જ તેણે સૈયદ અશ્નીન સુલ્તાના સાથે લગ્ન કર્યા હતા. સુલ્તાનાએ આરોપ લગાવ્યો કે તેના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ નાગરાજુ પર હુમલો કર્યો. પોલીસ પ્રમાણે, સુલ્તાનાના ભાઈ અને ફુઆની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પ્રમાણે, મૃતક બિલાપુરમ નાગરાજુ અને તેની પત્ની સૈયદ અશ્નીન સુલ્તાના એક જ કોલેજમાં સાથે ભણતાં હતાં. બંને વચ્ચે પ્રેમ થયો અને એ જ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સુલ્તાનાએ પોતાનું નામ પલ્લવી રાખી લીધું. ભાઈ આ લગ્નથી નાખુશ હતા, સંભવિત એ જ કારણે હત્યા કરવામાં આવી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ભાજપે તપાસની માગ કરી
તેલંગાણાના ભાજપ ધારાસભ્ય રાજા સિહે હત્યા કરનારા આરોપીઓની ધરપકડની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આ પરિવારના સભ્ય હતા કે કેટલાક ધાર્મિક સમૂહોના પરિવારને સલાહ આપી હતી? શું કોઈ સમૂહે તેમને આર્થિક મદદનું વચન આપ્યું હતું? આ હત્યાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...