તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્દોરમાં સોમવારે રાત્રે ઊભા રહેલા એક ટેન્કરમાં દોઢસો કિલોમીટરની ઝડપથી એક કાર ઘૂસી જતાં છ ઘરોના ચિરાગ બુઝાઈ ગયા છે. એ આ વર્ષની અત્યારસુધીની સૌથી મોટી દુર્ઘટના છે. એક કોલોનીમાંથી ચાર અર્થી એકસાથે ઊઠી તો સૌકોઈના હૃદયમાં આઘાત હતો. મૃતકોમાં સામેલ સોનુ, ઋષિ, સૂરજ અને દેવ તેમના ઘરના એકના એક ચિરાગ હતા.
ભાસ્કરે આ દુર્ઘટનાની હકીકત જાણી તો ખૂબ જ આઘાતજનક બાબત સામે આવી. બે દીકરાને ગુમાવી ચૂકેલા પરિવારને જ્યારે પોલીસે રાત્રે માહિતી આપવા ફોન કર્યો તો જવાબ મળ્યો કે અમારાં બાળકો તો ઘરમાં જ ઊંઘી રહ્યાં છે, જોકે જ્યારે તેમણે રૂમમાં જઈ જોયું તો માલૂમ પડ્યું કે તેમનાં બન્ને બાળકો જ ત્યાં ન હતાં. ચેનલ ગેટ પર બહારથી તાળું લગાવાયેલું હતું.
બીજી ઘટના યાદવ પરિવારની છે. જ્યારે સુમિત મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહીં તો બહેને તેને ફોન કર્યો. કોલ સુમિતને બદલે એમ્બ્યુલન્સવાળાએ ઉઠાવ્યો અને આ ઘટનાની જાણ કરી.
કોરોનાને પગલે રશિયાથી પરત આવ્યો હતો સોનુ
23 વર્ષીય સોનુ જાટ ત્રણ બહેનોનો એક ભાઈ હતો. તે ડોક્ટર બનવા ઈચ્છતો હતો. માટે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો. કોરોનાને લીધે પરિવારે તેને ઈન્દોર બોલાવી લીધો હતો. સોનુના પિતાનો ઈન્દોરમાં ગાડીઓનો કારોબાર છે. તે મૂળતઃ જિલ્લાના સરદારપુરનો રહેવાસી હતો. પરિવારજનો મુ્નાલાલ જાટ જણાવે છે કે સોનુ રાત્રે 8 વાગે માતાને એમ કહીને નીકળ્યો હતો કે તે મિત્રો સાથે પાર્ટી કરવા જઈ રહ્યો છું. મોડો આવીશ, મારા માટે ભોજન બનાવતા નહીં. થોડીવાર બાદ ઘરની સામે ત્રણ મિત્રો એક કાર લઈને આવ્યા અને હોર્નનો અવાજ સાંભળતાં જ સોનુ બહાર નીકળી ગયો. નાની બહેને રાત્રે આશરે 1 વાગે તેને કોલ કર્યો તો આ દુર્ઘટનાની જાણ થઈ હતી.
મોટા ભાઈને પાર્ટીમાં જવાનું કહી ગયો હતો સુમિત
ભાગ્યશ્રી કોલોનીના રહેવાસી સુમિતનું પણ મૃત્યુ થયું છે. સુમિતના પિતા અમર સિંહ યાદવ મોહલ્લામાં જ ભાડાની દુકાન ચલાવે છે. તે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. ઘર પર ભાઈ શુભમ જ હતો. સુમિતે મિત્રો સાથે જતાં પહેલાં ભાઈ શુભમને કહ્યું હતું કે બહાર જઈ રહ્યો છું. બીજી બાજુ, મોડી રાત્રે દીકરાના મૃત્યુ અંગે જાણકારી આપતાં જ રાત્રે જ પિતા કાનપુરથી આવ્યા હતા. જોકે ઉતાવળમાં તેમને પણ વચ્ચે માર્ગ અકસ્માત નડ્યો. જોકે તેમને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી નહીં.
પાર્ટી માટે ઘરેથી પોતાની કાર લઈ નીકળ્યો હતો ચંદ્રભાણ
ચંદ્રભાણ ઉર્ફે છોટુ ગુજરાતી કોલેજમાં બીકોમનો વિદ્યાર્થી હતો. મોડી રાત્રે તે ઘરેથી ચાવી લીધી અને કહ્યું કે મિત્રની પાર્ટીમાં જઈ રહ્યો છું. મોટા ભાઈ હરિઓમને એવા સમયે દુર્ઘટનાની જાણ થઈ કે જ્યારે ક્ષેત્રમાં જ રહેતા પોલીસ જવાન રાજેન્દ્ર કુમારનો કોલ આવ્યો. તેમણે જાણકારી આપી કે ગાડી અકસ્માતનો શિકાર બની છે. આ ઘટના બાદ ઘરના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. ઘરવાળા છોટુને કોલ કરતા રહ્યા, પણ તેણે એક વખત પણ ફોન રિસીવ કર્યો નહીં. ત્યાર બાદ તે હોસ્પિટલ પહોંચ્યા તો છોટુ કફનમાં લપેટાયેલો મળ્યો.
જેમના વિશે વિચાર કર્યો હતો કે તે ઊંઘી રહ્યો છે, તેના મૃત્યુ અંગે સમાચાર મળ્યા
માલવીયનગરના સૂરજ વિષ્ણુ બૈરાગી અને પિત્રાઈ ભાઈ દેવ (28)નાં મૃત્યુ થઈ ગયાં. સૂરજની એક બહેન છે, જે પુણેમાં રહે છે. સૂરજ એકનો એક દીકરો હતો અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેને જિમનો ઘણો શોખ હતો. આરટીઓમાં રજિસ્ટર્ડ નંબર પ્રમાણે કાર સૂરજની હોવાની જાણકારી મળી છે.
પિત્રાઈ ભાઈ દેવની પણ એક નાની બહેન છે. તે બીબીએમાં અભ્યાસ કરે છે. પરિવારવાળાનું કહેવું છે કે આ બન્નેએ બહાર જવા અંગે કોઈ જાણકારી આપી ન હતી. મોડી રાત્રે પોલીસે ફોન પર આ ઘટના અંગે જાણકારી આપી તો પરિવારે કહ્યું, અમારાં બાળકો ઘરમાં ઊંઘી રહ્યાં છે, જોકે જ્યારે તેમણે રૂમમાં જઈને જોયું તો ચેનલનો ગેટ બહારથી બંધ હતો. સૂરજના રૂમમાં કોઈ ન હતું. હોસ્પિટલ જઈ તપાસ કરી તો દૃશ્ય જોતાંની સાથે જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ.
ટાઈલ્સ કારોબારીના દીકરાનું પણ દુર્ઘટનામાં મોત
ITIમાં અભ્યાસ કરતો ઋષિના પિતા ટાઈલ્સનો કારોબાર ધરાવે છે. તે તેમનો એકમાત્ર સંતાન હતું. પૂરો પરિવાર માતા-પિતા, દાદા-દાદી સાથે રહેતો હતો. તે પણ ઘરે પાર્ટીનું કહીને બહાર ગયો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.