પોલીસને જોઈ ત્રીજા માળે કૂદી પડ્યો ચોર, VIDEO:ઈન્દોરમાં બિલ્ડિંગમાં ઘૂસ્યો, રેલિંગથી છલાંગ મારવાની ધમકી આપી રહ્યો હતો

ઈન્દોરએક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોરે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી. તે ચોરીના ઈરાદે એક બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. ત્યારે પોલીસ આવી ગઈ અને પોતાને બચાવવા માટે તે બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી ગયો. આ ઘટના દરમિયાન બિલ્ડિંગની નીચે ઉભેલા લોકો વીડિયો બનાવી રહ્યાં હતા.

ઘટના મલ્હારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. યુવક ચોરી કરવાના ઈરાદે એક ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારે ઘરમાં સૂઈ રહેલી મહિલા જાગી ગઈ. જે બાદ યુવક છત પર ચઢી ગયો. આ વચ્ચે પોલીસ પહોંચી અને તે કૂદી જવાની ધમકી આપવા લાગ્યો. પોલીસ અને પરિવારના લોકો જ્યારે તેને પકડવા છત પર પહોંચ્યા તો તેને ઉપરથી જ છલાંગ લગાવી દીધી. તેને પોલીસે રસ્તા પર મોટી ચાદર પાથરીને બચાવી લીધો.

રેલિંગ પર લટકીને આપી રહ્યો હતો ધમકી
મલ્હારગંજ પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ગલી નંબર 2ની છે. જ્યાં એક ત્રણ માળની બિલ્ડિંગમાં યુવક ચોરી કરવા ઘૂસ્યો હતો. આ વચ્ચે ત્યાં રહેતા લોકોની નજર પડી. લોકોએ ચોરને પકડવા માટે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તે છતની રેલિંગ પર લટકીને કૂદવાની ધમકી આપવા લાગ્યો. આ વચ્ચે રહેવાસીઓ તેને પકડવા પહોંચ્યા તો તોને છલાંગ લગાવી દીધી. જો કે નીચે ઉભેલા લોકો અને પોલીસે તેને બચાવી લીધો.

મહારાષ્ટ્રનો રહેવાસી છે યુવક
ચોરને પોલીસના કર્મચારીઓ હોસ્પિટલ લઈ ગયા. જ્યાંથી મેડિકલ પછી તેને પોલીસ સ્ટેશને લઈ જવાયો. છત પરથી કૂદી જનાર યુવકનું રમેશ હોવાનું જાણમાં આવ્યું છે. તે મહારાષ્ટ્રના ધુલિયાનો રહેવાસી છે. ત્યાંથી એક મહિલાને ભગાડીને ઈન્દોર લાવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...