તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Britain America Learned From Mistakes, Listened To Scientists And Gave All The Information, In India, Scientists Want Data From The Government: Malcolm

ભાસ્કર વિશેષ:બ્રિટન-અમેરિકાએ ભૂલોમાંથી બોધ લીધો, વિજ્ઞાનીઓને સાંભળી બધી માહિતી આપી, ભારતમાં તો વિજ્ઞાનીઓ સરકાર પાસે ડેટા માગે છે: માલ્કમ

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: શોમા ચૌધરી
  • કૉપી લિંક
  • બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ચેરમેને કહ્યું- બ્રિટનને વેક્સિન માટે અબજો ડૉલર એડવાન્સ આપ્યા

કોરોનાની બીજી લહેરમાં જે તકલીફો ભારત સહન કરી રહ્યું છે એ બ્રિટન અને અમેરિકા પહેલાંથી સહન કરી ચૂક્યા હતા, પણ ઝડપથી વેક્સિનેશન, આવનારા પડકારોને સમજી રણનીતિઓ તૈયાર કરી તેમણે સંક્રમણથી થનારાં મૃત્યુ પર લગભગ પ્રતિબંધ લગાવી દીધો. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ને પણ એનું શ્રેય જાય છે.

એનએચએસના ચેરમેન માલ્કમ જોન ગ્રાન્ટે મીડિયા પ્લેટફોર્મ ઈન્ક્વાયરી સાથે વિશેષ વાતચીત કરી. મહામારીથી મળેલા બોધપાઠ, ભવિષ્યની મહામારીઓ, લોકોના સ્વાસ્થ્ય સંબંધિત પડકારો અને તેમાં ઈનોવેશનની ભૂમિકા જેવા મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા થઈ. વાંચો મુખ્ય અંશો...
રાજકીય નેતૃત્વ અંગે : ખરેખર બ્રિટનમાં ગત વર્ષે માર્ચમાં મહામારી ફેલાઈ. એ સમયે ઈટાલીમાં ચરમસીમાએ હતી. બ્રિટિશ સરકારે વિચાર્યું કે આ ચીન તો છે નહીં, લોકો લૉકડાઉન મંજૂર નહીં કરે. વિરોધ પણ થયો. સરકારે નિર્ણય કરવામાં વિલંબ કર્યો. અમેરિકામાં ટ્રમ્પ મહામારીને નકારતા રહ્યા અને માસ્ક વિના ચૂંટણી રેલીઓ યોજાતી રહી. તાજેતરમાં ભારતમાં પણ અમુક જગ્યાએ આવું જ થયું. હવે સ્થિતિ એવી છે કે બ્રિટનમાં અઠવાડિયામાં પણ 7થી ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે.

વેક્સિનેશન અને હેલ્થ ઈન્ફ્રા : બ્રિટનમાં એનએચએસ ધર્મની જેમ છે. એનો ઉદ્દેશ છે કે લોકોને ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓ સંપૂર્ણપણે મફતમાં મળે. વેક્સિનના સપ્લાઇને લઇને એનએચએસ શરૂઆતથી જ આક્રમક રહ્યું. નેશનલ ટાસ્કફોર્સ બનાવાઈ, એમાં સરકારની દખલ નહોતી. સરકારે પણ દવા કંપનીઓને રિસર્ચ અને વેક્સિન માટે અબજો ડૉલર આપ્યા. જ્યારે દેશમાં 50 ટકા બેડ ભરાવા લાગ્યા તો ફિજિયોથેરપિસ્ટ, ડેન્ટિસ્ટ પણ સ્વેચ્છાએ સેવા આપવા આવ્યા, વેક્સિનેશનમાં પણ તે મદદ કરી રહ્યા છે. ભારતમાં પણ આ શક્ય છે, એક્સપર્ટ્સ ડૉક્ટર છે, સારી હોસ્પિટલો છે. ડેટાનું વિશ્લેષણ કરનારા સારા લોકો છે, પણ અચરજની વાત એ છે કે વિજ્ઞાનીઓએ પત્ર લખી એવી માગ કરવી પડી કે ડેટા શેર કરો.

એનાથી વિપરીત બ્રિટનમાં એનએચએસના દરેક એકમથી દરેક નાની જરૂરી માહિતીઓ શેર કરવામાં આવી, જેથી દૂર દૂરનાં નાનાં ગામડાંમાં પણ બેઠેલા ડૉક્ટરો આ સમસ્યાને સારી રીતે સમજી ઉકેલી શકે. 35 હજાર પ્રેક્ટિશનરો જાણતા હતા કે શું કરવું છે અને કેવી રીતે કરવું છે?

અર્થતંત્ર ખોલવા પર : લગભગ દરેક દેશનો નેતા એમ કહેવા આતુર રહે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે. અમે પણ આવું કહ્યું છે, પણ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે. સરહદો પર ધ્યાન આપવું પડશે. મોટો ખતરો ત્યાંથી જ છે. બ્રિટનમાં 68 ટકા વયસ્ક વેક્સિનનો પહેલો ડૉઝ, જ્યારે 35 ટકા બંને ડૉઝ લઈ ચૂક્યા છે. આ વાતો જુસ્સો વધારે છે કે આપણે અર્થતંત્ર ધીમે ધીમે ખોલી શકીએ છીએ.

મહામારીથી બોધપાઠ : જે ભૂલો 2020-21માં થઈ એ ભવિષ્યમાં ન થાય. અમે સમયસર સરહદો બંધ ના કરી, એને કારણે ભોગવ્યું. અમારી યુનિવર્સિટી ફાર્મા કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ યુનિવર્સિટીમાં દરેક ક્ષેત્રનું જબરદસ્ત ટેલન્ટ છે. જિનોમિક્સમાં પણ સારું કામ થયું છે. વધુ એક મહત્ત્વપૂર્ણ વાત એ કે બ્રિટન-અમેરિકાએ શરૂઆતની ભૂલોમાંથી બોધપાઠ લઈ વિજ્ઞાનીઓનાં અનુમાનોને સ્વીકારવાનું શરૂ કર્યું છે. એ અનુસાર રણનીતિ બનાવી એટલા માટે તેઓ કોરોના પર કાબૂ મેળવી શક્યા.

મહામારી અંગે પ્રતિક્રિયા આપવામાં પણ ચૂક
કોરોનાથી બ્રિટનમાં 1.3 લાખથી વધુનાં મૃત્યુ થયાં છે. બ્રિટન અને અમેરિકા બંને જ સમૃદ્ધ દેશ છે એટલા માટે સવાલ એ છે કે તે કેમ એને કાબૂમાં ના કરી શક્યા? શરૂઆતમાં ભારતનું વલણ સમતળ હતું પણ ગત મહિને સ્થિતિ બગડી. ખરેખર ભારતે ગત ઉનાળામાં વિચારી લીધું કે કોરોનાને હરાવી દીધો. જોકે વિજ્ઞાનીઓ બીજી, ત્રીજ લહેરની ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા. તેમ છતાં નિશ્ચિત થઈ ગયા હતા.