ભારતીય કુશ્તી સંધ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ ઉપર શારીરિક શોષણના આરોપ લગાવનાર રેસલર્સ એકવાર ફરી સામે આવ્યા છે. આ વખતે તેમણે પોતાની દરેક વાત સ્પષ્ટ રીતે બધા સામે જાહેર મંચ ઉપર કહી છે. એક કાર્યક્રમમાં વિનેશ ફોગાટે કહ્યું કે, દરેક સમયે જીવને તાળવે લઇને અહીં-ત્યાં જવું પડે છે.
પાવરફુલ વ્યક્તિ સામે સીધી ટક્કર લીધી છે. પહેલાં પણ ધમકીઓ મળી ચૂકી છે. 2013થી આ શોષણ સહન કરતી આવી રહી છું. પુરૂષ પ્રધાન દેશમાં યુવતીઓનું બોલવું પણ યોગ્ય માનવામાં આવતું નથી, મેં તો આરોપ લગાવ્યો છે. ત્યાં જ, સાક્ષીએ કહ્યું કે અમારી પાસેથી પ્રૂફ માગવામાં આવી રહ્યા છે, અમે ખોટું બોલી રહ્યા નથી.
સવાલઃ શારીરિક શોષણ જેવી વાતો ક્યારથી જોઈ રહ્યા છો?
વિનેશ ફોગાટે કહ્યું 2013થી હું નેશનલમાં સીનિયર કેમ્પમાં છું. જ્યારે અમે જૂનિયર હોઈએ ત્યારે તો રમવાથી જ મતલબ હોય છે. ભોજન અને ઊંઘ મળી જાય બસ. પરંતુ જ્યારે અમે સીનિયરમાં આવીએ છીએ ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. લોકો તમને દરેક સ્પર્ધામાં વોચ આઉટ કરવા લાગે છે.
ત્યારે જ આપણને ઘણી બધી બાબતો સમજાય છે કે કોણ આપણને કઈ નજરથી જોઈ રહ્યું છે. કારણ કે જ્યારે અમે જુનિયર હોઈએ ત્યારે પરિવાર અમને સપોર્ટ કરે છે. પરંતુ જ્યારે સિનિયર બનીએ છીએ ત્યારે આપણી પોતાની જવાબદારી વધી જાય છે. પોતાના અનુભવો દ્વારા વિશ્વને જોવાનો અને સમજવાનો યુગ શરૂ થાય છે. તે દરમિયાન મને આ બધાં અનુભવ થવા લાગ્યાં.
બહાર નહીં, ઘરે પણ ખોટી બાબતમાં મારો અવાજ ઉઠે છે
મને એક વસ્તુ હંમેશાં ફીલ થાય છે કે જ્યારે એક મહિલા ખિલાડી ખોટી બાબતે અવાજ ઉઠાવે છે ત્યારે તેને એ દૃષ્ટિએ જોવામાં આવે છે કે તે બોલી કઈ રીતે રહી છે. શું અમારી અંદર ભાવનાઓ નથી. શું અમને પીડા થતી નથી. એવું નથી કે હું ખાલી બહારની દુનિયામાં જ ખોટી બાબતે અવાજ ઉઠાવું છું. હું મારા ઘરમાં પણ કોઈ ખોટું કામ કરે ત્યારે તેને પણ કહું છું. આ બધું મને મારા પરિવાર પાસેથી શીખવા મળ્યું છે.
મારી માતાએ હંમેશાં ખોટી બાબતે અવાજ ઉઠાવ્યો છે. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. પડકારભર્યા સમયમાં પણ મારી માતાએ પોતાની વાત બધા સામે રાખી છે. ક્યારેય એવું નથી વિચાર્યું કે તેના ત્રણ બાળકો છે. જો તેમને કશુંક થઈ જશે તો બાળકોનું શું થશે. કેમ કે માતાના એવા વિચાર છે કે જો આપણે આપણાં માટે જ બોલીશું નહીં, તો કોઈ બીજી વ્યક્તિ પણ બોલશે નહીં. અહીંથી જ શીખવા મળ્યું છે કે એટલે જ હું આજે જે સ્તરે પહોંચી છું, આખો દેશ મને સાંભળી શકે છે.
મારી પાસે રેસલિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
ઘણાં વર્ષો લાગ્યા તે વસ્તુને બહાર આવવામાં, બોલવામાં. હું આજે પણ બહાર આવી છું તો તમારું કરિયર દાવ પર લાગ્યું છે. હું જીવ તાળવે લઇને આવી છું. કેમ કે જે વ્યક્તિનો અમારે સામનો કરવાનો છે, તે રાજકીય દૃષ્ટિએ ખૂબ જ સ્ટ્રોંગ છે. તેની પાસે ઘણાં રૂપિયા છે. પાવરમાં બેઠો છે. ઓલંપિક આવવાનું છે.
કેમ કે, મેં બાળપણથી જ રેસલિંગ કર્યું છે. મેં અભ્યાસ પણ યોગ્ય રીતે કર્યો નથી. કોઈ અન્ય એવા સોર્સમાં પણ મેં કામ કર્યું નથી કે મારી પાસે હંમેશાં બીજુ ઓપ્શન રહે. મારી પાસે માત્ર અને માત્ર એક જ ઓપ્શન છે તે રેસલિંગ છે.
અમને ખબર હતી કે અત્યારે નહીં, તો ક્યારેય નહીં
આ રેસલિંગે અમને એટલું આપ્યું છે. જૂનિયર ખિલાડીઓ અમને એક આશાની દૃષ્ટિએ જુએ છે. અમે તે સમયે તેમના માટે મોટી આશા બની જઈએ છીએ. એવામાં અમારી પણ એક જવાબદારી બની ગઈ હતી કે અમારે આ અંગે વાત કરવી જોઈએ. એક સમય પછી દરેક એથલીટ પોતાની ગેમ છોડી દે છે. ત્યાર બાદ તમારી અવાજ કોઈ સાંભળતું નથી.
અમને આ અંગે જાણકારી હતી કે જો અત્યારે બોલીશું નહીં તો ક્યારેય બોલી શકીશું નહીં. હવે અમને અનુભવ થાય છે કે અમે પહેલાં કેમ બોલ્યા નહીં. આટલું સહન કરવાની જરૂર શું હતી, પરંતુ આપણો દેશ પુરૂષ પ્રધાન સમાજ છે. મહિલાઓના અવાજને પસંદ કરતો નથી.
કોઈ અધ્યક્ષ પાસે તેમની નિર્દોષતાની સાબિતી માગે
અત્યારે અમને પૂછવામાં આવે છે કે તમારી પાસે શું પુરાવા છે. જ્યારે સ્ત્રી આંખ મીંચીને બોલી રહી છે, શું તે સાબિતી નથી. જો આપણે કોઈ બજારમાં કે જાહેર સ્થળે જઈ રહ્યા હોઈએ, ત્યાં કોઈ આપણી છેડતી કરે તો શું તે સમયે આપણો કેમેરા ચાલુ રહે છે. શું આપણે તેને કહી દઈએ કે મહેરબાની કરીને એક વાર છેડતી કર, હું તને રેકોર્ડ કરીને સાબિતી આપીશ.
જો કોઈ પુરૂષ સાથે પણ આવું થાય, તો તેની પાસે પુરાવા પણ ઉપલબ્ધ રહેશે નહીં. અમે જેના ઉપર આરોપ લગાવ્યા છે તેની પાસેથી પુરાવા લેવા જોઈએ કે તમે બિલકુલ કંઈ કર્યું નથી, તમે સાબિતી આપો.
ટોક્યો ઓલિમ્પિક બાદ મળેલી ધમકીઓ
ભય એ છે કે કોઈ અમારી રેસલિંગ અમારી પાસેથી છીનવી લેવાશે. ઓલિમ્પિક બાદ મને માનસિક રીતે ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. ટોક્યો પછી ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. જ્યારે તે સમયે મારાથી વધુ દુઃખ બીજા કોઈને નહીં હોય. તે સમયે સપોર્ટ કરવો જોઈતો હતો.
અમારી ગમે તેટલી ભૂલો થઈ રહી હોય. અમને મેડલ મળ્યું કે ન મળ્યું. એવામાં કોઈ એકપણ એવું કહી દે કે કશો વાંધો નહીં હવે લાવીશું. ટોક્યો પછી મારા પતિ ઉપર કોલ આવ્યો હતો કે તમે આવું કેમ બોલો છો. તમે મીડિયામાં કશું જ બોલશો નહીં. નહીંતર તમને મારી નાખવામાં આવશે. તમે કેમ્પમાં પરિવારથી આટલાં દૂર રહો છો, તમારી સાથે કંઇપણ થઈ જશે.
એકલીએ અવાજ ઉઠાવ્યો તો શો-કાજ નોટિસ ફટકારવામાં આવી
જો આજે આ સ્તેર આવ્યા પછી પણ મને અને મારા પરિવારને આટલો ભય છે, તો નોર્મલ યુવતીઓ કેવી રીતે બોલશે. તેઓ ચૂપ જ રહેશે. અમે પણ આટલાં વર્ષો ચૂપ જ હતાં. અમારી અંદર હિંમત ત્યારે આવી, જ્યારે અમારું એક ગ્રુપ બની ગયું. હું જ્યારે એકલી હતી ત્યારે મેં અનેક વખત અવાજ ઉઠાવ્યો, પરંતુ ત્યારે મારા બોલવા ઉપર શો-કાઝ નોટિસ ફટકારવામાં આવતી હતી.
જ્યારે કોઈપણ એથલિટ આ સ્તરે કોઈ અનુશાસન વિના પહોંચી શકે નહીં. હું ઇચ્છું કે રેસલિંગ જ્યારે હું છોડું ત્યારે મારી મરજીથી છોડું. કોઈની દાદાગીરીમાં કે દબાણમાં નહીં, મારું ઓલંપિત સાથે ખૂબ જ વધારે અટેચમેન્ટ છે. મને ઓલંપિક રમવા દેવું નહીં, મને મરી જવા જેવું લાગશે. જો કોઈ તેની સાથે છેડછાડ કરશે તો હું તેને છોડીશ નહીં.
સાક્ષીએ કહ્યું કે રેસલિંગ અને રેસલર્સ બચાવવા માટે અવાજ ઉઠાવ્યો
તેઓ પુરાવા માંગી રહ્યા છે. અમને ઘણી છોકરીઓએ કહ્યું છે, ઘણી આગળ પણ આવી છે. મને રેસલિંગ કરતા 18 વર્ષ થઈ ગયાં છે. હું મોટાભાગે બસમાં ટ્રાવેલ કરીને, બહાર આવતા-જતાં જોવું છું કે મહિલાઓ સાથે કઈ રીતે વ્યવહાર થાય છે. જંતર-મંતર ઉપર દેશના મોટા-મોટા ઓલંપિયન બેઠા હતાં.
શું અમે આટલાં મુકામ ઉપર આવીને, આપણું કરિયર દાવ ઉપર લગાવીને, આપણો જીવ હથેળી ઉપર લઇને ત્યાં બેસીને ખોટું બોલીશું? હવે અમારી પાસે સાબિતી માગવામાં આવી રહી છે. એવું મન તૂટે છે કે આટલાં વર્ષોની હિંમત એકઠી કરીને અમે અવાજ ઉઠાવ્યો છે અને અમારી પાસે જ સાબિતી માગવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.