• Gujarati News
  • National
  • Bridge tunnel Being Built Fast In Arunachal, Army To Reach China Sooner Rather Than Later

તાબડતોબ આપશે જવાબ:અરુણાચલમાં ઝડપથી બનાવવામાં આવી રહ્યાં બ્રિજ-ટનલ, ચીન કોઈપણ હરકત કરશે તો તરત જ પહોંચી જશે સેના

રૂપા (અરુણાચલ પ્રદેશ)એક મહિનો પહેલા
  • સરહદ પર ઝડપથી પહોંચવા માટે અરુણાચલમાં ઘણા રસ્તા અને 20 મોટા પુલ બનાવવામાં આવી રહ્યા

અરુણાચલ પ્રદેશમાં ચીનને પૂર્વી લદાખની જેમ પ્રવૃત્તિની તક ન આપવા માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સૈન્યને ઝડપથી મોરચા સુધી પહોંચાડવા માટે અરુણાચલ સેક્ટરમાં 1350 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે રસ્તાઓ અને ટનલનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ સાથે ઇઝરાયેલ તરફથી મળેલાં ડ્રોન વિમાનો અને ખાસ હેલિકોપ્ટર દ્વારા પણ હાઇટેક સર્વેલન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જે દરેક નાની હિલચાલ વિશે ત્વરિત માહિતી આપી રહી છે.

20 પુલ બનાવવામાં આવી રહ્યા છે, સમય પહેલાં પૂર્ણ થશે ટનલ
PTI ના અહેવાલ અનુસાર, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના ઈજનેર અનંત કુમાર સિંહે જણાવ્યું હતું કે સરહદ પર ઝડપથી પહોંચવા માટે અરુણાચલમાં ઘણા રસ્તા અને ટનલ બનાવવામાં આવી રહ્યાં છે. લગભગ 20 મોટા પુલ બનાવવામાં આવી રહ્યા છે, જે ટેન્ક જેવાં ભારે વાહનોનું વજન સહન કરી શકે છે.

સરહદ પર ઝડપથી પહોંચવા માટે અરુણાચલમાં ઘણા રસ્તા અને ટનલ બનાવવામાં આવી રહ્યાં છે.
સરહદ પર ઝડપથી પહોંચવા માટે અરુણાચલમાં ઘણા રસ્તા અને ટનલ બનાવવામાં આવી રહ્યાં છે.

આવી બે ટનલ નેચીફુ અને સેલા પાસ પર બનાવવામાં આવી રહી છે, જે આખા વર્ષ દરમિયાન આ વિસ્તારમાં અવર-જવરને સરળ બનાવશે. આ બે ટનલ આવતા વર્ષે ઓગસ્ટમાં સમય પહેલાં તૈયાર થઈ જશે. તેન્ગા ઝીરો પોઈન્ટથી ઈટાનગર સુધી ખૂબ જ મહત્ત્વનો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તવાંગથી શેરગાંવ સુધી "વેસ્ટર્ન એક્સેસ રોડ" નું નિર્માણ પણ ઝડપી છે. તવાંગને રેલવે નેટવર્ક સાથે જોડવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.

ઇઝરાયેલ તરફથી મળેલા ડ્રોનને તહેનાત કરવામાં આવ્યા છે
સરહદ પર ઝડપી પહોંચ પૂરી પાડવા સાથે, ક્ષણેક્ષણના મોનિટરિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે રાત-દિવસ સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. દેખરેખ માટે રિમોટથી સંચાલિત એરક્રાફ્ટની ફ્લિટ લગાવાઈ છે. આમાં ઇઝરાયેલ તરફથી મળેલા હેરોન ડ્રોનની ફ્લિટનો સમાવેશ થાય છે, જે લાંબા સમય સુધી ઉડાન ભરે છે અને મહત્તવોનો ડેટા અને તસવીરો કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરોને મોકલે છે.

ભારતીય સેનાની ઉડ્ડયન વિંગે સર્વેલન્સ માટે તેના હેલિકોપ્ટર પણ ઉતાર્યા છે. ઉડ્ડયન વિંગે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર- રુદ્રનું વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ (WSI) વર્ઝન આ માટે તહેનાત કર્યું છે, જેણે આ ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક કામગીરીને વધુ તાકાત આપી છે.

બેટલફિલ્ડ પારદર્શિતા બનાવવાનો પ્રયાસ
5 માઉન્ટેન ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ઝુબિન એ મીનાવાલાએ સોમવારે PTIને જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય મહત્તમ બેટલફિલ્ડ પારદર્શિતા તૈયાર કરવાનું છે. એના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની સાથે સાથે હાઈટેક સર્વેલન્સ સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

આર્મીનો 5 માઉન્ટેઇન ડિવિઝન બૂમ લાથી ભુતાનના પશ્ચિમ ભાગની સરહદની દેખરેખનું કામ સંભાળે છે. તેને ભારતીય સેનાની સૌથી મહત્ત્વપૂર્ણ તહેનાતી માનવામાં આવે છે.

મેજર જનરલ ઝુબીને કહ્યું, 'હવે દુશ્મન આપણને આશ્ચર્યચકિત કરી શકે નહીં. અમે અમારાં લક્ષ્યો વિશે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. અમે તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આત્મવિશ્વાસપૂર્ણ અભિગમને અનુસરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...