તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસે એક તરફ લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી દીધા છે તો બીજી તરફ, આ મહામારીના સમયમાં લગ્નનું આયોજન કરવું પણ કોઈ પડકારથી ઓછું નથી. સંક્રમણ ફેલાવવાના ડરથી સંબંધીઓ લગ્નમાં જવાથી પણ બચે છે. એવામાં રાજસ્થાનના બારાના કેલવાડા કોવિડ કેન્દ્રમાં જ એક યુગલે PPE(પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કિટ પહેરીને લગ્ન કરી દીધાં, કારણ કે વધૂનો લગ્નના દિવસે જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ લગ્ન સમારંભને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે અને એનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.
લગ્ન સમારંભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું
ન્યૂઝ એજન્સી એનએનઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિડિયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂજારી સિવાય આ લગ્નમાં એક વ્યક્તિ હાજર છે. લગ્ન સમારંભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. તસવીરમાં આ યુગલ હવનકુંડની સામે બેઠેલું દેખાઈ રહ્યું છે. આ સિવાય લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ PPE સૂટમાં હતા.
તસવીરમાં દેખાઈ રહેલી લગ્નની વિધિ દરમિયાન વરે પીપીઈ કિટની સાથે પાઘડી પહેરી હતી, જ્યારે વધૂએ પણ વિધિ દરમિયાન ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો હતો અને હાથોમાં મોજાં પહેર્યાં હતાં.
કોરોના દરમિયાન કરવામાં આવેલા આ સ્પેશિયલ લગ્નના વિડિયોને સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે. એની સાથે જ વિડિયો વાઈરલ થઈ ગયો છે અને આ અંગે વિવિધ પ્રકારના મીમ્સ પણ લોકો શેર કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં અત્યારસુધીમાં બે લાખથી વધુ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 96 લાખથી વધુ છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.