• Gujarati News
  • National
  • Breaking News LIVE Updates; Kashmiri Pandits Asaduddin Owaisi | Rajasthan Delhi MP Maharashtra Mumbai Latest News

ભાસ્કર LIVE અપડેટ્સ:સર્જિકલ સ્ટ્રાઈક, કલમ-370 તથા વેક્સિન પ્રોડક્શન; PM મોદીએ રજૂ કર્યું 8 વર્ષનું રિપોર્ટ કાર્ડ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની સરકારના 8 વર્ષના કાર્યોનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. PM મોદીએ તેમની આઠ વર્ષની ઉપલબ્ધિઓને ગણાવતું ટ્વિટ કર્યું છે. PM મોદીએ પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક, કલમ-370 દૂર કરવા, મેક-ઈન-ઈન્ડિયા હેઠળ કોરોના વેક્સિનનું ઉત્પાદન જેવા કાર્યોને તેમની સરકારની ઉપલબ્ધિ તરીકે રજૂ કરી છે.

કાર્તિ ચિદમ્બરમ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા

ચેન્નાઈના વીઝા ગેરરીતિમાં મની લોન્ડ્રિંગ કેસમાં આગોતરા જામીન માટે કૉંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. આ અગાઉ સ્થાનિક કોર્ટે તેમની અરજીને નકારી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે CBIએ કાર્તિની આ કેસમાં તાજેતરમાં પૂછપરછ કરી છે.

યુપીના હાપુડ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

યુપીના હાપુડ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. જેમાં અનેક લોકોના મોત થવાની આશંકા છે. તેવામાં આગને કાબૂમાં લેવા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળેથી 6 મૃતદેહો મળી આવ્યા છે, આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 મૃતદેહો મળી આવ્યા છે જે ખરાબ રીતે દાઝી ગયા છે. દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ હજુ પણ ફેક્ટરીમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર

બાયોલોજિક્સ Eની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ઉપયોગ માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી છે. DCGIએ આજે ​​કટોકટીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે.

ઓડિશામાં તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, નવી કેબિનેટ આવતીકાલે શપથ લેશે

ઓડિશાના તમામ મંત્રીઓએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. નવી કેબિનેટ 5 જૂને શપથ લેશે. વાસ્તવમાં મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવા માંગે છે. ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા મંત્રીઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે શપથ લેશે, એમ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું.

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને આંચકો, ED વકીલ વિના કરી શકશે પૂછપરછ

દિલ્હી હાઈકોર્ટે સ્થાનિક કોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે જેમાં સત્યેન્દ્ર જૈનને તેમના વકીલ દ્વારા EDની પૂછપરછ દરમિયાન હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આ આદેશ સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...