• Gujarati News
  • National
  • Breaking News LIVE Updates; Amit Shah Jammu Kashmir | Wheat Exports Banned, Haryana, Guna Police Attack, Himachal Pradesh, Kerala High Court

ભાસ્કર LIVE અપડેટ્સ:દિલ્હીમાં ફરી ભીષણ આગની ઘટના, નરેલામાં પ્લાસ્ટીક ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની સંખ્યાબંધ ગાડીઓ પહોંચી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના મુંડકાની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં ફરી એક વખત રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આગ લાગવાની વધુ એક ઘટના બની છે. નરેલામાં પ્લાસ્ટીક ફેક્ટરમાં આગ લાગી છે. અહીં ફાયર બ્રિગેડની સંખ્યાબંધ ગાડીઓ આગ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગ કયાં કારણોથી લાગી છે તે અંગે જાણી શકાયું નથી. જોકે આગ ખૂબ જ ભીષણ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ વિસ્તારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફેક્ટરીમાં શ્રમિકો ફસાયેલા હોય તેવી વ્યાપક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કટરા બસ વિસ્ફોટની ઘટનામાં NIAની તપાસ, સ્ટિકી બોમ્બનો ઉપયોગ થયાની આશંકા

જમ્મુ-કાશ્મીરના કટરા નજીક શુક્રવારે યાત્રી બસમાં થયેલા વિસ્ફોટ બાદ લાગેલી આગની ઘટનાની NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બસમાં ભીષણ વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે 26 ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે વિસ્ફોટ માટે સ્ટિકી બોમ્બનો ઉપયોગની આશંકા વ્યક્ત કરી છે. શનિવારે વિસ્ફોટની તપાસ માટે NIAની ખાસ ટીમે ઘટના સ્થળનો પ્રવાસ કર્યો હતો. બપોરે લગભગ દોઢ કલાક સુધી ઝીણવટભરી તપાસ કરી હતી. અને ઘટના અંગે નિષ્ણાતો તથા પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી છે.

અક્ષય કુમાર ફરીથી કોરોના સંક્રમિત

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર ફરી એક વખત કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. આજે અક્ષયે જાતે જ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. હવે કોરોના સંક્રમણને લીધે અક્ષય કાન્સ ફિલ્મ સમારંભમાં ભાગ લઈ શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અગાઉ પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યો છે.

અમેરિકામાં ફરી કોરોનોના આતંક

અમેરિકામાં શનિવારે સતત ચોથા દિવસે એક લાખ કરતા વધારે કોરોનાના દર્દી મળ્યા છે. આ પૈકી અમેરિકામાં કોરોનાને લીધે કુલ 10 લાખ લોકોના મોત થયા છે. દેશમાં તાજેતરમાં મોટી સંખ્યામાં વસ્તીને બૂસ્ટર ડોઝ લાગવવામાં આવ્યો છે, તેમ છતાં કોરોનાને લીધે થઈ રહેલા મોતની સંખ્યામાં ઘટાડો થી રહ્યો નથી.

બિપ્લબ દેવે રાજીનામું આપ્યું

ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવે શનિવારે રાજીનામું આપી દીધું છે. તેઓ ચાર વર્ષ સુધી ભાજપ, ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. જોકે રાજીનામાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અત્યારે તેમણે બિપ્લબ દેવે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે.

રાજ્યમાં આઠ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વાસ્તવમાં ભાજપે ત્રિપુરામાં નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો છે. 2023 પહેલા રાજ્યમાં આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. બિપ્લબ દેવ શુક્રવારે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા. બેઠકમાં તેમને પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. બિપ્લબ દેવે કહ્યું કે રાજ્યમાં 2023ની ચૂંટણી માટે તૈયારીઓ કરવાની છે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અગરતલા પહોંચી ગયા છે. તેઓ સાંજે 5 વાગ્યે યોજાનારી રાજ્ય વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં નવા સીએમનો નિર્ણય લેવાનો છે.

અન્ય મહત્ત્વપૂર્ણ અપડેટ્સ....

2019ના IPL સટ્ટાબાજીના કેસમાં CBIનો ખુલાસો, પાકિસ્તાનના ઇનપુટ્સ પર ચાલતું સટ્ટાબાજીનું નેટવર્ક
2019 IPLમાં પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટના આધારે સટ્ટાબાજી કરવામાં આવી હતી. બુકીઓના કારણે મેચો પર અસર થઈ હતી. આ મામલે CBIએ કેસ નોંધ્યો છે.

રાયડુએ પોસ્ટ કરીને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પછી ડિલીટ કરી દીધી
ચેન્નઈ સુપર કિંગ્સના મિડલ ઓર્ડર બેટર અંબાતી રાયડુએ ટ્વીટ કરીને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેની પોસ્ટ 27 મિનિટની અંદર ડિલિટ કરી નાખવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે 13 વર્ષમાં મેં બે ટીમો (મુંબઈ અને ચેન્નાઈ) માટે રમીને સારો સમય પસાર કર્યો છે. આ માટે હું તેમનો આભાર માનું છું. આ મારી છેલ્લી આઈપીએલ હશે. જોકે ચેન્નઈ સુપર કિંગ્સે એક પોસ્ટ કરીને તેના નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે.

શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ, મરાઠી અભિનેત્રી કેતકી વિરુદ્ધ કેસ દાખલ
મહારાષ્ટ્રના થાણેમાં શનિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલે વિરુદ્ધ NCP પ્રમુખ શરદ પવાર પર ફેસબુકમાં અપમાનજનક પોસ્ટ શેર કરવાના કારણે કેસ નોંધવામાં આવ્યો હતો. NCP નેતાઓએ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શુક્રવારે ટીવી અને ફિલ્મ અભિનેત્રી દ્વારા પવારને નિશાન બનાવતી એક પોસ્ટ પબ્લિશ કરવામાં આવી હતી.

મરાઠીમાં લખેલી આ પોસ્ટમાં NCP પ્રમુખના સંપૂર્ણ નામનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ અટક પવાર અને 80 વર્ષની ઉંમરનો ઉલ્લેખ છે. NCPના વડા 81 વર્ષના છે. તેમાં લખ્યું હતું કે નરક રાહ જુએ છે અને તમે બ્રાહ્મણોને નફરત કરો છો. એનસીપીએ તેને શરદ પવારની ટીકા ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...