• Gujarati News
  • National
  • Modi Cabinet Decision; Approval For Second Phase Of Green Energy Corridor, Bridge To Be Built On Mahakali River Connecting India And Nepal

ભાસ્કર LIVE અપડેટ્સ:PM મોદીની સુરક્ષામાં ચૂક થઈ તેની તપાસ હાઈલેવલ કમિટી કરશે, ગૃહમંત્રી શાહે કહ્યું- રિપોર્ટ ઝડપથી સોંપવામાં આવે

15 દિવસ પહેલા

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભૂલની તપાસ માટે ગૃહમંત્રી અમિત શાહે 3 મેમ્બર્સની હાઈલેવલની કમિટી બનાવી છે. શાહે કમિટીને કહ્યું કે તેઓ ઝડપથી તપાસ રિપોર્ટ સોંપે. આ કમિટીમાં સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના, SPGના IG એસ સુરેશ અને IBના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ સામેલ છે.

16 પૂર્વ DGP સહિત 27 IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, PMની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કાર્યવાહીની કરી માગ
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો ગરમી પકડી રહ્યો છે. દેશના 16 પૂર્વ DGP સહિત 27 IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને પત્ર લખીને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. પત્રમાં પંજાબ સરકારે PMની યાત્રા દરમિયાન તથાકથિત પ્રદર્શનકારીઓના સહયોગથી જાણીજોઈને અને આયોજનબદ્ધ સુરક્ષા ચૂક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં કાલથી તમામ મામલાની સુનાવણી વર્ચ્યુઅલી થશે, ઘરથી કામ કરશે જજ
સુપ્રીમ કોર્ટ 7 જાન્યુઆરીથી તમામ મામલાની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં કરશે. આ દરમિયાન તમામ જજને પોતાના નિવાસસ્થાનના કાર્યાલયથી કામ કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક સર્ક્યૂલરના માધ્યમથી કહ્યું છે કે 10 જાન્યુઆરીથી માત્ર અત્યંત જરૂરી મામલા, તાજા ઘટનાક્રમ, નજરબંધી અને નિશ્ચિત તારીખના મામલા સાથે જોડાયેલી જામીન અરજીના કેસને કોર્ટની સામે લિસ્ટેડ કરવામાં આવશે.

પેંગોગત્સે લેક પર પોતાના ક્ષેત્રમાં બ્રિજ બનાવી રહ્યું છે ચીન, કેન્દ્ર સરકારે કહ્યું- દેશની સુરક્ષા સાથે કોઈ જ સમજૂતી નહીં
કેન્દ્ર સરકારે પેંગોગત્સે લેકમાં ચીનની સેના દ્વારા બનાવવામાં આવતા બ્રિજના રિપોર્ટને લઈને ગુરૂવારે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પોતાની સરહદની સુરક્ષા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે. ચીનની દરેક હરકત પર અમારી નજર છે. આ તે વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે જ્યાં ચીને 60 વર્ષથી ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં ઉઠાવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે છેલ્લાં 7 વર્ષ દરમિયાન સરહદીય વિસ્તારમાં બુનિયાદી ફેરફાર અને વિકાસ માટે બજેટમાં ઉલ્લેખનિય વૃદ્ધિ કરી છે.

મોદી કેબિનેટનો નિર્ણય; ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને આપી મંજૂરી, ભારત-નેપાળને જોડતી મહાકાલી નદી પર બનશે પુલ

કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠકની માહિતી આપી
કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠકની માહિતી આપી

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા ચરણને મંજૂરી આપી દેવાઈ છે. આ અંગે સરકાર 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જેમાં 33% રકમ કેન્દ્ર સરકાર આપશે. આ સાથે જ ભારત અને નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચૂલા (ઉત્તરાખંડ)માં પુલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે નેપાળની સાથે ટૂંક સમયમાં જ MOU સાઈન કરવામાં આવશે. તેનાથી ઉત્તરાખંડની સાથે જ નેપાળમાં રહેતા લોકોને પણ ફાયદો થશે.

NEETમાં રિઝર્વેશનને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ સુરક્ષિત કર્યો
NEET પરીક્ષામાં OBCને 27% અને EWSને 10% રિઝર્વેશન આપવાના કેન્દ્રના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ સુરક્ષિત કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવતા NEET PG કાઉન્સેલિંગ હાલ હોલ્ડ પર રાખવામાં આવી છે.

છત્તીસગઢમાં હવે શરાબ ONLINE; ઘરે જ મળશે દારુ, એપ અને વેબસાઈટથી લેવામાં આવે છે ઓર્ડર

કોવિડના વધતા કેસ વચ્ચે છત્તીસગઢમાં હવે શરાબ ઓનલાઈન વેચવામાં આવી રહી છે. છત્તીસગઢના મંત્રી કવાસી લખામાના નિર્દેશ બાદ હવે તમામ જિલ્લા સ્તરના અધિકારીઓ પોતપોતાના શહેરોમાં ઓનલાઈન શરાબ વેચવાનું કહેવામાં આવ્યું છે. જો કે ઓફલાઈન એટલે કે શરાબની દુકાનના કાઉન્ટરથી વેચાણ યથાવત રહેશે. શરાબની દુકાનોમાં ભીડ ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

તિહાડ જેલમાં એક સાથે 5 કેદીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

દેશની સૌથી મોટી જેલ તિહાડમાં 5 કેદીઓએ એક સાથે ઘાયલ થવાની ઘટના સામે આવી છે અને મળતી માહિતી આ તમામે એક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પાંચ કેદીઓએ પોતાને ઘાયલ કર્યા હતા જેમની સારવાર હાલ DDU હોસ્પિટલમાં ચાલી રહી છે. તિહાડ જેલના સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ તમામ કેદીઓએ પહેલા પોતાને ઘાયલ કર્યા અને જે બાદ ફાંસો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો.

જો કે જેલ પ્રશાસને આત્મહત્યાનો આવો કોઈ જ પ્રયાસ થયો નથી તેમ જણાવ્યું છે. તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે તમામ કેદી ઈજાગ્રસ્ત થયા છે પરંતુ કોઈએ આત્મહત્યાનો પ્રયાસ નથી કર્યો.

અન્ય સમાચારો પણ છે...