દિલ્હીમાં ઘરે ઘરે રાશન પહોંચાડવાની કેજરીવાલ સરકારની યોજના પર કેન્દ્રએ બ્રેક લગાવી છે. આ યોજના એક સપ્તાહ બાદ લાગૂ થવાની હતી. તેની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી. પણ દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે આ યોજનાની મંજૂરી લીધી ન હતી, જેને પગલે તેને રદ્દ કરવામાં આવી છે. આ અગાઉ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની મમતા સરકાર વચ્ચે વિખવાદ વધ્યો હતો.
15 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટની બેઠકમાં વિના મૂલ્યે રાશન ઉપલબ્ધ કરાવવા અંગે નિર્ણય કર્યો હતો. 18 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર 72 લાખ લોકોને તેમના ઘર સુધી રાશન પહોંચાડશે. હવે આ મુદ્દે રવિવારે સવારે 11 વાગે પત્રકાર પરિષદમાં તેમની વાત રજૂ કરશે.
દરેક પરિવારને મળશે 10 કિલો રાશન
કેજરીવાલનું કહેવું હતું કે દિલ્હીમાં 72 લાખ લોકો એવા છે કે જેમની પાસે રાશન કાર્ડ છે. આ સાથે જ કેન્દ્રની યોજના હેઠળ 5 કિલો રાશન આપવામાં આવશે. આ રીતે આ મહિને લોકો 10 કિલો રાશન લઈ શકશે. દિલ્હીમાં અનેક એવા લોકો છે કે જેમને જરૂર છે અને તેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ રાશન આપવામાં આવશે. ટૂંક સમયમાં આ અંગેની પ્રણાલી લાગૂ થશે.
માર્ચ મહિનામાં કેન્દ્રએ ઉપ-રાજ્યપાલની શક્તિ વધારી હતી
માર્ચ મહિનામાં સંસદે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી (સુધારા) વિધેયક 2021 પસાર કર્યું હતું. આ NCT બિલ ગૃહ મંત્રાલયના નોટિફિકેશન બાદ 27 એપ્રિલથી અમલી બની ગઈ છે. આ વિધેયકને કાયદો બનાવ્યા બાદ હવે ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ પાસે દિલ્હીની આમ આદમી સરકાર કરતાં વધારે સત્તા મળશે. આ કાયદા હેઠળ ઉપ-રાજ્યપાલ કેજરીવાલની યોજનાઓ અટકાવવાનો અધિકાર રહે છે.
આ કાયદા હેઠળ ઉપરાજ્યપાલના આ અધિકાર છે
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે વિરોધ કર્યો હતો
આ વિધેયક અંગે ચર્ચા સમયે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ વ્યાપક વિરોધ કર્યો હતો. ગૃહમાં વિધેયક પાસ થયા બાદ કેજરીવાલે કહ્યું હતું કે લોકશાહી માટે આ ખરાબ દિવસ છે. અમે સત્તાની શક્તિને પ્રજાના હાથમાં રાખવાના અમારા પ્રયત્નોને જાળવી રાખશું. કોઈ પણનો અવરોધ હોય અમે સારું કામ જાળવી રાખશું અને તે અટકશે નહીં કે ધીમુ પડશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.