• Gujarati News
  • National
  • Branded Shoes And Expensive Bicycles Parked Inside Houses Are Becoming Target Of Thieves, CCTV Footage Viral In Jaipur City

જયપુરમાં જૂતા-ચંપલ પણ સેફ નથી:2 અપાર્ટમેન્ટ્સમાં 32 ફ્લેટ્સની બહાર મુકેલા બ્રાન્ડેડ શૂઝની ચોરી, ઘરની અંદર મુકેલી સાઈકલો પણ લઈ ગયા; CCTVમાં દેખાયા ચોર

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
જે ફ્લેટમાં સિક્યુરિટી ના હોય ત્યાં આ બદમાશો રાત્રે 2-3 વાગે ચોરી કરે છે - Divya Bhaskar
જે ફ્લેટમાં સિક્યુરિટી ના હોય ત્યાં આ બદમાશો રાત્રે 2-3 વાગે ચોરી કરે છે
  • જે અપાર્ટમેન્ટમાં ચોકીદાર નથી ત્યાં ગેંગ મોડી રાતે ચોરી કરે છે
  • જયપુરના ભાંકરોટા, શિપ્રાપથ વિસ્તારમાં આવી ઘણી ઘટના બની ગઈ છે

તમે ખાલી પડેલા ઘરમાં તાળાં તોડીને રોકડ-દાગીના અને કિમતી સામાનની ચોરીની વાત સાંભળી હશે, પરંતુ હવે જયપુરમાં અત્યારે મોંઘા જૂતા અને સાઈકલની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરમાં આવા જ 2 અપાર્ટમેન્ટના 32 ફ્લેટ્સની બહાર મુકેલા જૂતા ચોરાઈ જવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ 10 માર્ચની રાતના અંદાજે 3 વાગ્યાના છે.

મોટાભાગના આવા કેસ પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતા અને પોલીસ પણ આવી ચોરીને નાની સમજીને અવગણતા હોય છે. આ સંજોગોમાં હવે આવી ચોરીઓની સંખ્યા વધી રહી છે. શહેરમાં કમલા નહેરુ નગર કનક વિહાર વિસ્તારના બે અપાર્ટમેન્ટ બિલ્ડિંગ એવી છે જ્યાં આવી ઘટનાઓ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં નક્ષત્ર વ્હાઈટ્સ અને ગણપતિ એનક્લવ અપાર્ટમેન્ટમાં 2 બદમાશો અંદાજે 32 ફ્લેટ્સની બહાર મુકેલા બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરીને લઈ ગયા છે. સીસીટીવીમાં દેખાતા બંને બદમાશો જૂતા ચોરતા પહેલાં તેની ક્વોલિટી પણ જોતા દેખાઈ રહ્યા છે. ત્યારપછી ચોરને જે જૂતા ગમ્યા તે એ ચોરીને લઈ ગયા. આ ઘટના સતત 2-3 મહિનાથી થતી જોવા મળી રહી છે.

સીસીટીવીમાં દેખાતા જૂતા ચોર
સીસીટીવીમાં દેખાતા જૂતા ચોર

ઘણાં દિવસો સુધી ફ્લેટ્સમાં રહેતા લોકોએ તેને જૂતા ચોરીની સામાન્ય ઘટના ગણીને પોલીસને તે વિશે માહિતી ના આપી અને તેનો જ ફાયદો બદમાશો લેતા રહ્યાં. પરંતુ ત્યારે સ્થાનિક લોકોએ ચોરીની ઘચના વધતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમાં બે બદમાશો દેખાયા હતા. આ અપાર્ટમેન્ટમાં ચોકીદાર નથી. તેથી રાત્રે 2-3 વાગ્યાની આસપાસ આ બદમાશ ગેંગ ઘરની બહાર રાખેલા જૂતા ચોરી જાય છે.

શહેરમાં સક્રિય સાઈકલ ચોરની ગેંગ
આ જ રીતે જયપુર શહેરના શિપ્રાપથ વિસ્તારમાં હમણાંથી બ્રાન્ડેડ સાઈકલ ચોરીની ગેંગ પણ સક્રિય બની છે. ગેંગમાં સામેલ બદમાશો બપોરના સમયે સુના મકાનોની આસપાસ રેકી કરીને સાઈકલ ચોરી કરીને ભાગી જાય છે. આવી જ ઘટના સેક્ટર 72 શિપ્રાપથમાં રહેતા અરુણ કુમારના ત્યાં બની છે. જ્યાં બદમાશો બપોરે 3 વાગ્યાની આસપાસ મોંઘી સાઈકલની ચોરી કરી રહ્યા છે.

પટેલ માર્ગ શિપ્રાપથમાં રહેતા રાજેશ ગુપ્તાના ઘરમાં ઘુસીને બદમાશોએ તેમના દીકરાની બ્રાન્ડેડ સાઈકલની ચોરી કરી લીધી છે. તેમનાં ઘરે આ ઘટના રાતે 8 વાગે થઈ હતી. બંને ઘટના 8 અને 10 માર્ચે થઈ હતી. આ પહેલાં જયપુરના આદર્શ નગર અને જવાહર નગર વિસ્તારમાં સાઈકલ ચોરીની ઘણી ઘટના સામે આવી છે. આ મુદ્દે અમુક બદમાશોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.