• Home
  • National
  • Brahmakumari Institute President Rajyogi's grandmother Janaki passes away, breathes his last at Mount Abu Global Hospital

નિધન / બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું નિધન, માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

X

  • સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં બપોરે 3.30 કલાકે  તેમનો અંતિમ સંસ્કાર થશે
  •  વડાપ્રધાને તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 06:03 PM IST

નવી દિલ્હીઃ બહ્માકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું શક્રવારે નિધન થયું છે. 104 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં 27 માર્ચે સવારે 2 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં બપોરે 3.30 કલાકે  તેમનો અંતિમ સંસ્કાર થશે. તેમના નિધનના સામાચારથી દેશ-વિદેશમાં સંસ્થાના અનુયાયિયોમાં શોક છે. રાજયોગિની દાદી જાનકીને આ વર્ષેે 1 જાન્યુઆરીએ 104 વર્ષ થયા હતા. 104 વર્ષની ઉંમરે પણ તેઓ 140 દેશોમાં ફેલાયેલી આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થાનું સંચાલન કરતા હતા. તેમની સંસ્થા સાથે લગભગ 20 લાખ લોકો જોડાયેલા છે.

દાદી જાનકીએ 46 હજાર બહેનોની એવી સેના તૈયાર કરી છે, જે લોકોમાં અધ્યાત્મિકતા દ્વારા જ્ઞાન, રાજયોગ અને સાધનાથી મુલ્યનિષ્ઠા સ્થાપિત કરે છે. દાદી જાનકી સ્વચ્છતા બાબતે હમેશાંથી એક્ટિવ રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. ચાર ધોરણ પાસે દાદી જાનકીએ ઈશ્વરીય સેવાઓ માટે પશ્ચિમી દેશોને પસંદ કર્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી