• Gujarati News
  • National
  • Box Full Of Detonator Released In CRPF Special Train In Chhattisgarh, 4 Jawans Injured In Blast

રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ:છત્તીસગઢમાં CRPF સ્પેશિયલ ટ્રેનમાં જવાનના હાથમાં છૂટ્યું ડેટોનેટર ભરેલું બોક્સ, બ્લાસ્ટમાં 4 જવાન ઘાયલ

એક મહિનો પહેલા

છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર CRPF સ્પેશિયલ ટ્રેનમાં બ્લાસ્ટ થવાથી 4 જવાન ઘાયલ થયા છે. ડેટોનેટર ભરેલુ એક બોક્સ ટ્રેનના ફ્લોર પર પડતાં આ ર્દુઘટના થઈ છે. ઘટના સવારે 6.30 વાગે થઈ છે. જ્યારે ટ્રેન ઝારસુગુડાથી જમ્મુવતી તરફ જતી હતી અને રાયપુર સ્ટેશન પર રોકાઈ હતી. એક CRPF જવાનને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સીઆરપીએફની 211મી બટાલિયનના જવાન સ્પેશિલ ટ્રેનથી જમ્મુ જતા હતા ત્યારે જ ગ્રેનેડ (જે ડમી કારતીસ બોક્સમાં રાખ્યા હતા) ટ્રેનના કોચમાં મૂકતા જ બ્લાસ્ટ થયો હતો. સીઆરપીએફના એક કોન્સ્ટેબલની હાલત ગંભીર છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીઆરપીએફના સીનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

પોલીસે જણાવ્યું સવારે અંદાજે 6.30 વાગે CRPFની સ્પેશિયલ ટ્રેન પ્લેટફર્મ નંબર 2 પર ઉભી હતી. તેમાં જવાનોની ત્રણ કંપનીઓનું શિફ્ટિંગ કરવામાં આવતું હતું. સામાન લોડિંગ દરમિયાન વિસ્ફોટકથી ભરેલું એક બોક્સ કોચ નંબર 9ના ગેટ પાસે હાથમાંથી છૂટી ગયું હતું. તેના કારણે બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં કોન્સ્ટેબલ સુશીલ ચૌહાણ, કોન્સ્ટેબલ ચવન વિકાસ લક્ષ્મણ, રમેશ લાલ, રવિન્દ્ર કર અને દિનેશ કુમાર પૈકરા ઘાયલ થયા છે.

હેડ કોન્સ્ટેબલના હાથ-પગમાં ઈજા આવી
હેડ કોન્સ્ટેબલ વિશાલ ચૌહાણને રાયપુરની નારાણયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. સર્જન ડૉ. નીરજ પાંડેએ જણાવ્યું છે કે, ચૌહાણની કમર, હાથ, પગ અને માથામાં ઈજા થઈ છે. માથામાં ફ્રેક્ચર થયું છે. તેમનું ઓપરેશન કરવું પડશે. રાહતની વાત એ છે કે, તે જોખમ બહાર છે. બાકીના 3 જવાન ફર્સ્ટ એડ લઈને ટ્રેન સાથે રવાના થયા છે.

CRPFએ કહ્યું- આ બેદરકારી નહીં, ર્દુઘટના
ઘાયલ જવાનને જોવા હોસ્પિટલ પહોંચેલા CRPFના DIG રાજકુમારે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન સમયે બ્લાસ્ટ થયો છે. દરેક જવાન હાલત સ્થિર છે. ટ્રેન નાગપુર જતી હતી. ઘણી વખત સામાન લઈ જતી વખતે ઝટકો લાગી જાય છે. આ સેન્સેટિવ મટિરિયલ છે. આ બેદરકારી નથી. કોઈ પણ સામાન લઈ જતી વખતે આવી ર્દુઘટના થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...