તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Box Found On The Banks Of Ganga In Ghazipur, UP; When Opened, A Newborn Baby Girl Was Found Wrapped In A Chunddi With A Birth Horoscope

ગંગાનો પુનર્જન્મ!:UPના ગાઝીપુરમાં ગંગાકિનારે બોક્સ જોવા મળ્યું; ખોલ્યું તો એમાં જન્મકુંડળી સાથે ચૂંદડીમાં વીંટળાયેલી નવજાત બાળકી મળી આવતાં ચકચાર

3 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં મંગળવારના રોજ ગંગા નદીમાં એક બોક્સ વહેતું જોવા મળ્યું હતું. નદી કિનારે રહેતા એક નાવિકે જ્યારે બોક્સ ખોલીને જોયું, તો એમાં એક નવજાત બાળકી જોવા મળી હતી. આ બોક્સમાં દુર્ગા માતાની તસવીર સાથે અન્ય દેવી-દેવતાઓના પણ ફોટોઝ લગાવ્યા હતા, જેમાં એક જન્મકુંડળી પણ મળી આવી હતી. બાળકીને પોલીસ આશા જ્યોતિ કેન્દ્ર લઇ ગઇ હતી. બાળકી અત્યારે સ્વસ્થ છે.

બોક્સ મળતાં સ્થાનિકોમાં ચકચાર
આ કિસ્સો સદર વિસ્તારના દાદરી ઘાટનો છે, જ્યાં સ્થાનિક રહેવાસી ગુલ્લુ ચૌધરી એક નાવિક છે. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે નદી કિનારે એક બોક્સ જોવા મળ્યું હતું, જેમાં નવજાત બાળકી રુદન કરી રહી હોય એવો અવાજ આવી રહ્યો હતો. સ્થાનિક નાવિક જ્યારે આ બોક્સ પાસે પહોંચ્યા ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. તમામ લોકોએ આ બોક્સને ખોલવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગુલ્લુ ચૌધરીને આ બોક્સમાં માતાજીની ચૂંદડીમાં વીંટળાયેલી એક નવજાત બાળકી મળી હતી.

કુંડળીઃ જન્મ તારીખ 25 મે
જન્મકુંડળીમાં બાળકીનું નામ ગંગા નોંધવામાં આવ્યું હતું. તેનો જન્મ 25 મેના રોજ થયો છે, જેથી આ બાળકી ફક્ત 3 મહિનાની જ છે. ઘરના સભ્યો આ બાળકીનો ઉછેર કરવા ઇચ્છતા હતા, પરંતુ સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

ચર્ચાઃ આ કર્મકાંડ માટે કરાયું હશે
પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તે નાવિકના ઘરે પહોંચી હતી અને બાળકીને આશા જ્યોતિ કેન્દ્રમાં લઇ ગઈ હતી. અત્યારે સ્થાનિક લોકોમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસે બાળકીનો મેડિકલ રિપોર્ટ કરાવ્યા પછી એના પરિવારના સભ્યોની તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આસપાસના લોકોમાં વધુ એક ચર્ચાએ જોર પકડ્યું હતું. લોકોનું માનવું છે કે આ સમગ્ર કૃત્ય કોઈ અંધવિશ્વાસ અને તાંત્રિક અનુષ્ઠાનને પૂર્ણ કરવા માટે હાથ ધરાયું હશે.

અન્ય સમાચારો પણ છે...