બે ભાઈઓને બોલેરોએ અડફેટે લીધા, VIDEO:હવામાં ઉછળીને રોડ પર પડયા, એકનું ઘટના સ્થળે જ મોત

જોધપુર23 દિવસ પહેલા

રાજસ્થાનના જોધપુરમાં બાઈક પર જઈ રહેલા બંને સગા ભાઈઓને બોલેરો ટક્કર મારીને નીકળી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચલાવી રહેલો યુવક હવામાં ઉછળીને પહેલા બોનેટ પર પડ્યો અને પછી રસ્તા પર પડ્યો હતો. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પાછળ બેઠેલો ભાઈ ઘાયલ થયો હતો. આ દુર્ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે.

મામલો જોધપુરના બોરોનાડા પોલીસ સ્ટેશનના શિલ્પગ્રામનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના રવિવાર સવારની હોવાનુ કહેવાઈ રહ્યું છે. સંતોષ નગરના રહેનાર મનોહરલાલના બંને પુત્ર કામે જઈ રહ્યાં હતા.

એસઆઈ ધર્મારામે જણાવ્યું કે સાંગરિયા પર રોડ ક્રોસ કરતી વખતે સ્પીડમાં આવી રહેલી બોલેરોએ 18 વર્ષના દુશાલ ખરે અને તેના મોટા ભાઈ અજયને ટક્કર મારી હતી. તેમાં દુશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અજયને એમ્સ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

બોલેરોના ડ્રાઈવરની શોધખોળ ચાલુ
ડ્રાઈવર ટક્કર પછી પણ સ્પીડમાં કાર ચલાવતો રહ્યો હતો. તેના સીસીટીવી પણ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભયાનક ટક્કર પછી દુશાલ હવામાં ઉછળ્યો હતો. એસઆઈ ધર્મારામે જણાવ્યું કે બોલેરોના ડ્રાઈવરની ઓળખ ધન્નારામ પ્રજાપત મોરડા કલ્યાણપુર તરીકે થઈ છે.

તે કલ્યાણપુરના ઉમરાઈના એક મહંતનો ડ્રાઈવર છે. એક્સિડન્ટના સમયે મહંતનો શિષ્ય પણ ગાડીમાં હતો. તેણે અજયને એમ્સમાં પહોંચાડ્યો હતો. પોલીસે કેસ નોંધી લીધો છે અને આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...