તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Both Were Severely Wounded On The Head, Went To Another Village And Told The Family Both Were Killed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી પર પતિ બન્યો હત્યારો:ઘરનો દરવાજો ખોલવામાં વાર લાગતાં પતિએ પત્નીની હત્યા કરી; બચાવવા આવેલા પુત્રને પણ મારી નાખ્યો

ભીલવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હનુમાનનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના અમરવાસી ગામમાં હોળી નિમિત્તે પિતાએ તેની પત્ની અને દીકરાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. આ અંગેની માહિતી મળતાં અમરવાસી ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં સનસની મચી ગઈ હતી.

માહિતી મળતાં જ હનુમાનનગર પોલીસ સ્ટેશને મૃતદેહોને કબજે કર્યા હતા અને દેવલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યા છે. ઘટનાપાછળ કયાં કારણો જવાબદાર હતાં એ અંગે જાણકારી મળી શકી નથી. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દારૂના નશામાં હતો. પત્નીને ઘરનો દરવાજો ખોલવામાં વાર લાગતી તો તેની હત્યા કરી હતી. બચાવવા આવેલા પુત્રને પણ તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઘટના બાદ ઘરમાં બધી જગ્યાએ લોહીનાં નિશાન હતાં.
ઘટના બાદ ઘરમાં બધી જગ્યાએ લોહીનાં નિશાન હતાં.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મૃતકોમાં છેલબિહારી (42 વર્ષ) અને રાહુલ (13 વર્ષ) પુત્ર છેલબિહારી મીણા છે. બન્નેની હત્યા છેલબિહારીએ કોઈ વસ્તુથી પ્રહાર કર્યો. આરોપીએ પોતાના જ ઘરમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. બન્નેના માથાના ભાગ પર ગંભીર ઈજાનાં નિશાન મળ્યાં છે. બન્ને ઉપર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.

ગ્રામીણોએ જણાવ્યું હતું કે આરોપી છેલબિહારી ઘટનાને અંજામ આપ્યા બાદ નજીક આવેલા અન્ય ગામમાં જતો રહ્યો હતો. ત્યાં જઈને તેણે આ ઘટના અંગે જાણકારી આપી હતી. ગ્રામીણ અને પરિવારજનોએ ઘરમાં જઈને જોયું તો ત્યાં બે મૃતદેહ પડ્યા હતા. આ અંગેની માહિતી ગામમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી બન્ને મૃતદેહ કબજે કર્યા હતા.

માતાનો મૃતદેહ જોઈ દીકરીની તબિયત બગડી
આરોપીનો એક દીકરો અને એક દીકરી ઘટનાસ્થળેથી થોડા અંતરે દાદા-દાદી સાથે રહેતાં હતાં. ઘટનાની જાણ બાદ બન્ને ત્યાં પહોંચતાં દીકરીએ તેની માતાનો મૃતદેહ જોતાં તબિયત બગડી ગઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો