પોલીસકર્મી અને હોમગાર્ડ બાખડ્યા, VIDEO:બંને નશામાં હતા ધૂત, અડધો કલાક સુધી એકબીજાને પટકી-પટકીને મારતા રહ્યા, ઉત્તરપ્રદેશનો વીડિયો

22 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના જાલોનનામાં પોલીસ કર્મી અને હોમગાર્ડ એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા.રસ્તા વચ્ચે બંનેએ સરકારી જીપ ઉભી રાખી હાથાપાઈ કરી. જો કે ત્યાં હાજર અન્ય પોલીસ કર્મી લડાઈને રોકવાના પ્રયાસ કરી રહ્યો હતો.બંને નશામાં હતા અને કામને લઈને માથાકુટ થઈ હતી.એસપીએ બબાલ કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે તો હોમગાર્ડનો રિપોર્ટ કમાન્ડન્ટને સોંપવામાં આવ્યો છે.વીડિયો રામપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના જગમનપુરનો જણાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...