ટેન્કર અને કાર વચ્ચે ટક્કર, જુઓ VIDEO:બન્ને વાહનો સામસામે અથડાયા, સ્વિફ્ટના ભૂક્કા બોલી ગયા

15 દિવસ પહેલા

નેશનલ હાઈવે ઉપર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા યુવકનું મોત થઈ ગયુ છે. કારનો આગલા ભાગના ફૂરચે ફૂરચા ઊડી ગયા હતા. આ અકસ્માત જાલોરના સાંચૌરમાં શુક્રવારે બપોરે અંદાજે 3 વાગે થયો હતો. આ આખી ઘટના ત્યાં લાગેલા CCTV વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

કારચાલક રમેશ નાઈ (32) ગુઢા મલાનીના ગાંધવથી સાંચૌર તરફ જઈ રહ્યો હતો. ટેન્કર સાંચૌરથી બાડમેર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ધમાણા ગામ પાસે બન્ને વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. ત્યાંથી જઈ રહેલા લોકોએ આ ઘટના વિશે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. કારમાં રમેશ સિવાય બીજુ કોઈ નહોતુ.

આ અકસ્માતમાં કાર ચાલક રમેશ નાઈનું મોત થયુ હતુ.
આ અકસ્માતમાં કાર ચાલક રમેશ નાઈનું મોત થયુ હતુ.

ટેન્કર ચાલક નાસી ગયો
ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે ટેન્કરને જપ્ત કરી લીધુ છે. ચાલકની શોધખોળ ચાલી રહી છે. રમેશ હેયર ડ્રેસિંગનું કામ કરતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો. થોડા સમ પહેલા જ તેના પિતાનું અવસાન થયુ હતુ. તેનો ભાઈ પણ હેયર ડ્રેસિંગનું કામ કરે છે. સાંચૌરના ASI રાજુ સિંહે જણાવ્યુ હતુ કે નેશનલ હાઈવે-68 ઉપર ધમાણામાં થયેલા અકસ્માતની FIR કોઈએ દાખલ કરાવી નથી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂક્કો બોલી ગયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂક્કો બોલી ગયો હતો.

બે વાર ટેન્ડર થયું, પણ હાઈવે બન્યો નહિ
આ અકસ્માત પછી સાંચૌર વ્યાપાર મંડળના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે આ હાઈવેને સરખો કરવા માટે બે વા ટેન્ડર પાસ થયુ હતુ. પરંતુ તેનુ કામ હજુ સુધી ચાલુ થયુ નથી. આ હાઈવેની રિપેરિંગનું કામ અંગેનો ઓર્ડર બહાર પાડ્યાના બે મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. 6 મહિનાથી ગાંધવથી ગુજરાત બોર્ડર સુધી રિપેરિંગનું કાર્ય કરવાનું હતુ. બે મહિના પૂરા થઈ ગયા હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયુ પણ નથી.