• Gujarati News
  • National
  • Both Satellites Reached Orbit, But The Signal Stopped; 750 Students Of A Government School Created 75 Payloads

દેશનું સૌથી નાનું રોકેટ SSLV-D1 લોન્ચ:બંને સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચ્યા, પરંતુ સિગ્નલ બંધ; સરકારી શાળાના 750 વિદ્યાર્થીઓએ 75 પેલોડ બનાવ્યા

શ્રીહરિકોટા2 મહિનો પહેલા

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ રવિવારે સવારે 9.18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી તેનું પ્રથમ નવું રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) D1 લોન્ચ કરાયા હતા. આ રોકેટ સાથે આઝાદીસેટ સેટેલાઇટ મોકલવામાં આવ્યો છે. તેના 75 પેલોડ દેશભરની 75 ગ્રામીણ સરકારી શાળાઓના 750 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શ્રીહરિકોટામાં લોન્ચિંગ સમયે ડિઝાઇનિંગ ગર્લ્સ પણ હાજર રહી હતી.

રોકેટે બંને સેટેલાઇટને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચાડી દીધા છે. પરંતુ તે પછી સેટેલાઇટના ડેટા મળતા બંધ થઈ ગયા. ISROના વડા એસ. સોમનાથે કહ્યું કે ISRO મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. EOS02 એ પૃથ્વી ઓબ્ઝરવેશન સેટેલાઈટ છે, જે 10 મહિના સુધી અવકાશમાં કાર્યરત રહેશે. તેનું વજન 142 કિલો છે. તેમાં મધ્યમ અને લાંબી વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા લગાવાયેલા છે. તેનું રિઝોલ્યુશન 6 મીટર છે. તે રાત્રે પણ મોનિટર કરી શકે છે.

ISROના નવા લોન્ચ વ્હીકલ એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) માટે નવા વિકસિત સોલિડ બૂસ્ટર સ્ટેજ (SS1)નું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ 14 માર્ચ, 2022 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતે 12.05 કલાકે કરવામાં આવ્યું હતું.
ISROના નવા લોન્ચ વ્હીકલ એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) માટે નવા વિકસિત સોલિડ બૂસ્ટર સ્ટેજ (SS1)નું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ 14 માર્ચ, 2022 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતે 12.05 કલાકે કરવામાં આવ્યું હતું.

PSLV કરતા 10 મીટર નાનો છે SSLV
પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) 44 મીટર લાંબો છે, 2.8 મીટર વ્યાસ છે. SSLVની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. PSLVમાં ચાર સ્ટેજ છે અને. જ્યારે SSLV માત્ર ત્રણ સ્ટેડ હોય છે. બંનેના વજનમાં પણ તફાવત છે. PSLVનું વજન 320 ટન છે, જ્યારે SSLVનું વજન 120 ટન છે. PSLV 1750 કિગ્રા વજનના પેલોડને 600 કિમીના અંતર સુધી લઈ જઈ શકે છે. SSLV 10 થી 500 કિલોગ્રામના પેલોડનું 500 કિમી સુધી પહોંચાડી શકે છે. PSLV 60 દિવસમાં તૈયાર થઈ જશે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર થઈ જાય છે.

સ્ટુડન્ટ સેટેલાઇટ આઝાદીસેટ પણ મોકલવામાં આવ્યો હતો
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં SpaceKidz ઈન્ડિયાનો સ્ટુડન્ટ સેટેલાઇટ AzadiSat પણ મોકલવામાં આવ્યો છે. આઝાદીસેટ એક સહ-યાત્રી ઉપગ્રહ છે. સેન્ટ ફ્રાન્સિસ ગર્લ્સ હાઈસ્કૂલ, તેલંગાણાની વિદ્યાર્થીની શ્રેયાએ કહ્યું – અમારી શાળાના ત્રણ જૂથોએ આ SSLV લોન્ચમાં ભાગ લીધો છે. મને ખૂબ જ આનંદ છે કે અમને આ તક મળી છે. અમે ખરેખર આના પર સખત મહેનત કરી છે અને આજે અમે આઝાદીસેટ ઉપગ્રહના પ્રક્ષેપણના સાક્ષી બન્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...