અઢી વર્ષના પુત્ર સાથે રેલવેટ્રેક પર મારી છલાંગ:મહિલાના બંને હાથ, માસૂમનો પગ કપાયો; કૂદતાં પહેલાં ફોન પર વાત કરી રહી

બક્સરએક મહિનો પહેલા

બિહારના બક્સરમાં એક મહિલાએ અઢી વર્ષના માસૂમને ખોળામાં લઈને ટ્રેનની સામે પડતું મૂકી દીધું. આ અકસ્માતમાં મહિલા અને માસૂમનો જીવ તો બચી ગયો, પરંતુ તેમને ગંભીર ઈજા થઈ છે. મહિલાનો પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને આ ઝઘડાને કારણે મહિલાએ ટ્રેન સામે કૂદીને જીવ આપવાનો પ્રયાસ કર્યો

ટ્રેનની ઝપેટમાં આવવાથી મહિલાના બંને હાથ, જ્યારે માસૂમનો ડાબો પગ કપાઈ ગયો. ટ્રેન પસાર થયા બાદ પ્લેટફોર્મ પર હાજર યાત્રિકોએ તાત્કાલિક બંનેને ટ્રેક પરથી ઉઠાવીને પ્લેટફોર્મ પર લાવ્યા અને GRPને જાણ કરી દીધી.

બંનેની હાલત ગંભીર
શુક્રવારે બપોરે બક્સર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મહિલા ફોન પર વાત કરી રહી હતી. ત્યારે દાનાપુર-પુણે સ્પેશિયલ ટ્રેન આવી રહી હતી. મહિલાએ ઓચિંતા જ ફોન કાપીને પોતાના માસૂમ સાથે ટ્રેક પર છલાંગ લગાવી દીધી. બંનેની હાલત ગંભીર છે. ઘાયલ મહિલા ડિમ્પલ દેવી 27 વર્ષની છે, જ્યારે તેનો પુત્ર દિવ્યાંશ કુમાર અઢી વર્ષનો છે. ડિમ્પલ દેવીના લગ્ન ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા દિનેશ પાંડે સાથે થયા છે.

પરિવારે કંઈપણ કહેવાનું ટાળ્યું
યાત્રી કલ્યાણ સમિતિના અધ્યક્ષે લોકોની મદદ લઈને મહિલા અને તેના માસૂમ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રાથમિક સારવાર બાદ બંનેને સારી સારવાર માટે બક્સરની સદર હોસ્પિટલમાં રેફર કરી દેવાયા. આ અંગેની જાણ થતાં જ ડિમ્પલના પિયરવાળા હોસ્પિટલ પહોંચી ગયા. સસરાપક્ષના કોઈ આવી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ મહિલાનો પોતાના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તેનાથી જ કંટાળીને તેને આવું પગલું ભર્યું. જો કે પરિવારના લોકોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...