ગોગરા-હૉટસ્પ્રિંગ્સ પરથી ચીન અને ભારતની સેનાની પીછેહઠ:બંને દેશની સેનાએ જાહેરાત કરી, લશ્કરી વાટાઘાટોમાં સહમત થયા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ચીનની સેનાએ પૂર્વીય લદાખ સરહદ પર તણાવ ઓછો કરવા માટે મોટી જાહેરાત કરી છે. ગુરુવારે બંને દેશની સેનાએ કહ્યું હતું કે, પૂર્વીય લદાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલ પોઇન્ટ-15 પરથી જવાનોએ હટવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય ભારત અને ચીન કોર કમાન્ડર સ્તરની બેઠકના 16મા રાઉન્ડમાં સર્વસંમતિ સધાઈ એ બાદ લેવામાં આવ્યો છે.

શાંઘાઈ સહયોગ સંગઠન પહેલાં મોટું પગલું
સરહદ પર શાંતિ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. બંને દેશની સેના વચ્ચે 17 જુલાઈના રોજ ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોમાં આ વિશે સહમતી થઈ હતી. આ જાહેરાત ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક સમિટના એક સપ્તાહ પહેલાં કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે.

ગલવાનમાં 15 જૂન 2020ની રાત્રે હિંસક અથડામણ થઈ હતી
આ દિવસે ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો પર દબાણ હતું. ભારતીય સેનાએ તેમને ચીની સેના જ્યાં હતી ત્યાંથી પાછા ફરવા કહ્યું. જોકે એ સમયે સેનાએ સંમતિ આપી હતી, પરંતુ ચીનના પગલાને કારણે ફરી વિવાદ શરૂ થયો. ચીને દેખરેખ રાખવા માટે બે તંબુ ઊભા કર્યા. ચીની સૈનિકોએ કહ્યું હતું કે જો અમે પાછા જઈશું તો અમે તમારી ગતિવિધિઓ પર નજર રાખી શકીશું નહીં.

ચીનના 40 સૈનિક માર્યા ગયા
ભારતીય સેનાએ વિરોધ કરતાં અથડામણ શરૂ થઈ. ચીની સૈનિકો હથિયારોથી સજ્જ હતા અને ભારતીય સેના જૂની પ્રેક્ટિસ હેઠળ ત્યાં પહોંચી હતી, જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા, જેમાં 40થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા હતા. જોકે ચીને એનો સ્વીકાર કર્યો નહોતો. આ અથડામણ બાદ 30 જૂનની આસપાસ બંને પક્ષ વચ્ચે મંત્રણા થઈ અને ચીને ત્યાંથી એક કિલોમીટર પાછળ હટી ગઈ. ભારતીય સેના પણ તેની પોસ્ટ પર પરત ફરી હતી

અન્ય સમાચારો પણ છે...