તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Both Are 23 year old Allies, Now Responsible For Conveying Mamata's Aggression To The Rajya Sabha

મમતા માટે મુકુલ રોયનું મહત્વ:બન્ને 23 વર્ષ જૂના સાથી, હવે મમતાની આક્રમકતાને રાજ્યસભામાં પહોંચાડવાની જવાબદારી

કોલકાતા7 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિને પગલે તેમને વર્ષ 2017માં TMCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
  • ચૂંટણી બાદ ભાજપ સાથે રોયનો મોહભંગ થવા લાગ્યો અને TMC તરફ ઢળવા લાગેલા

આશરે 44 મહિના બાદ મુકુલ રોયે ઘર વાપસી કરી છે. નવેમ્બર,2017માં ભાજપ સાથે જોડાયા હતા. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા, પણ છેલ્લા કેટલાક દિવસોથી રોય ભાજપથી નારાજ જણાતા હતા. મુકુલ રોય અને મમતા બેનર્જીનો સાથ 23 વર્ષથી વધારે જૂના છે.બન્ને યુથ કોંગ્રેસમાં સાથે કામ કરતા હતા. વર્ષ 1998માં મમતાએ કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના કરી હતી ત્યારે મુકુલ પણ તેમની સાથે હતા.

પાર્ટીની રચના બાદ રોય જ દિલ્હીમાં તૃણમુલનો રાષ્ટ્રીય ચહેરો બન્યો હતો. વર્ષ 2001માં તેઓ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જોકે તેઓ જીતી શક્યા ન હતા. ત્યારબાદ વર્ષ 2006માં તેઓ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. UPA-2માં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. જ્યારે દિનેશ ત્રિવેદીને વિપક્ષના દબાણ હેઠળ હટાવવામાં આવ્યા તો રોયને રેલવે મંત્રીનો કાર્યભાર મળ્યો.

રોયની મુશ્કેલી શારદા-નારદા સ્કેમમાં નામ સામે આવ્યા બાદ શરૂ થઈ.પક્ષ વિરોધી પ્રવૃત્તિને પગલે તેમને વર્ષ 2017માં TMCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ભાજપમાં જવાનું નક્કી કરી ચુક્યા હતા. 11 ઓક્ટોબર,2017ના રોજ રાજ્યસભામાંથી રાજીનામુ આપતા પહેલા રોયએ ભાજપના નેતા અરુણ જેટલી અને કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરી હતી.

ત્યારબાદ નવેમ્બર,2017માં ભાજપ સાથે જોડાયા હતા. કૈલાશ વિજયવર્ગીય સાથે રોયની ખૂબ જ ઘનિષ્ઠતા રહી હતી. જોકે વિધાનસભામાં હાર બાદ વિજયવર્ગીયનો મોહભંગ થવાનું શરૂ થઈ ગયું.પરિણામ બાદથી તેમણે ભાજપથી દૂર થવાની શરૂઆત કરી હતી.

મમતાએ કહ્યું હતું મુકુલ, શુભેંદુ જેટલા ખરાબ નહીં

મુકુલ રોયે ભલે TMC છોડ્યું હતું, પણ તેમણે ક્યારેય મમતા બેનર્જી પર વ્યક્તિગત હુમલા કર્યાં ન હતા. મમતાએ પોતે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે મુકુલ શુભેંદુ જેટલા ખરાબ નથી.મકુલ રોય અને શુભેંદુ અધિકારી બન્ને ચૂંટણી જીત્યા પણ પાર્ટીએ મુકુલને નજરઅંદાજ કરી શુભેંદુ અધિકારીને વિપક્ષના નેતા બનાવ્યા. જ્યારે બંગાળના રાજકારણમાં મુકુલ, શુભેંદુ કરતા ઘણા સિનિયર છે. તેઓ ભાજપમાં સામેલ થયા બાદ એવી અટકળો લગાવવામાં આવતી હતી કે તેઓ પાર્ટીના CM ફેસ હોઈ શકે છે. પણ તેમણે ભાજપને વધારે ભાવ આપ્યો નહીં.

વિધાનસભામાંથી રાજીનામુ આપશે, રાજ્યસભામાં જશે
મુકુલ રોય ટૂંક સમયમાં વિધાનસભામાંથી રાજીનામુ આપી શકે છે. તૃણમુલ તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. અભિષેક બેનર્જીનું તૃણમુલમાં ઝડપભેર વધી રહેલું કદ પણ મુકુલ રોય માટે પાર્ટી છોડવાનું એક કારણ હતું. હવે અભિષેકને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. તેમની ઉપર દેશના અન્ય રાજ્યોમાં તૃણમુલ માટે મજબૂત સ્થિતિનું સર્જન કરવાની જવાબદારી છે.