• Gujarati News
  • National
  • Bonnet Crushed As Drunk Driver Rammed Car Into Trailer, See Three Horrific Fatal Accidents

હૈદરાબાદ:નશામાં ધૂત ચાલકે ટ્રેઇલરમાં કાર ઘૂસાડી દીધી, બોનેટનો ભૂક્કો, જુઓ ત્રણ અકસ્માતના ભયાનક CCTV

11 દિવસ પહેલા

તેલંગણા અને કેરળમાં થયેલાં 3 અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દરેક વાહનચાલક યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે. પહેલાં વાત કરીએ તેલંગણાના ડુંડીગલમાં થયેલાં અકસ્માતની. અહીં ડબલપટ્ટી રોડ પર નશામાં ધૂત એક કારચાલકે બેલેન્સ ગૂમાવ્યું અને સામે આવતાં ટ્રેઇલર સાથે અથડાઈ ગયો હતો. ટ્રેઇલર સાથે અથડાતાં કારના બોનેટનો ભૂક્કો થઈ ગયો હતો. જોકે, સારી વાત છે કે, અકસ્માતમાં કારમાં સવાર દરેક યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે આ ઘટના અંગે કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત કરીએ હૈદરાબાદના માધાપુરમાં થયેલાં અકસ્માતની. અહીં એક કારચાલકે કટ મારીને ઓવરટેક કરતી વખતે સાઇકલસવાર યુવકને અડફેટે લીધો હતો. કારની ટક્કરે યુવક 30 ફૂટ જેટલો હવામાં ફંગોળાયો હતો. જોકે, સારી વાત છે કે, યુવકને સામાન્ય ઇજા થઈ હતી. પોલીસે આ અંગે કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે ત્રીજા ભયાનક અકસ્માતની વાત કરીએ. કેરળના પલક્કડ વિસ્તારમાં એક બાઇકચાલકે બીજા બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના પણ રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર રસ્તા પર લોકો ઊભા છે અને એક બાઇકચાલક સિગ્નલ તોડીને આગળ વધે છે. એટલામાં ફુલ સ્પીડમાં એક બાઇકચાલક આવે છે અને તેને ટક્કર મારી દે છે. બંને બાઇકચાલક 20થી 25 ફૂટ દૂર હવામાં ઉલળીને નીચે પટકાય છે. જોકે, સદનસીબે આ અકસ્માતમાં પણ ત્રણેય યુવકોનો ચમત્કારિક બચાવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...