તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bombay High Court That 475 Deaths Were Reported Due To Adverse Events Following Immunization Till May 28

COVID-19:વેક્સિન લીધી પછી પણ 475 લોકોના મોત થયા, સ્વાસ્થ્ય મંત્રાલયે હાઈકોર્ટમાં જમા કરી એફિડેવિટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને વેક્સિનેશન અભિયાનમાં પણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. જોકે અમુક કેસ એવા પણ સામે આવ્યા છે જેમાં દર્દીએ વેક્સિનનો ડોઝ લઈ લીધો હોવા છતાં તેમના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી એક માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, 28 મે સુધીમાં વેક્સિન લીધી હોવા છતાં 475 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આ વિશે બોમ્બે હાઈકોર્ટમાં 14 પેજની એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે તેમની એફિટેવિટમાં કહ્યું છે કે, ઘરની નજીક વેક્સિનેશન સેન્ટર રાખવું એના કરતાં ઘરે ઘરે જઈને વેક્સિનેશન થવું જોઈએ. કોરોના માટે વેક્સિન પ્રશાસને રાષ્ટ્રીય નિષ્ણાતોના ગ્રૂપ (NEGVAC)એ હાઈકોર્ટના આદેશને જોયો હતો. જેમાં વૃદ્ધો અને વિકલાંગો માટે ઘરે ઘરે જઈને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. NEGVACએ 25 મે 2021માં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલની અધ્યક્ષતામાં આ વિશે બેઠક કરી હતી.

કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, NEGVACની બેઠકમાં સર્વસમ્મતિથી કહેવામાં આવ્યું હતું કે, જોખમોને ધ્યાનમાં રાખીને હાલ ઘરે ઘરે જઈને વેક્સિનેશન કરવું મુશ્કેલ છે. જોકે વિકલાંગ અને વૃદ્ધો જે ચાલી નથી શકતા, તેમની ઈમરજન્સી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવાની સુવિધા કરી શકાય છે.

એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, NEGVACના આ નિર્ણય પછી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)એ નિયર હોમ કોવિડ વેક્સિનેશન કેન્દ્ર સાથે સંબંધિત એક SoP તૈયાર કરી હતી. જેને વેબસાઈટ ઉપર પણ જાહેર કરવામાં આવી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, નિયર ટૂ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટરની રણનીતિ પ્રમાણે ઘરની નજીકના લોકોને વેક્સિન આપવામાં આવશે.

NEGVACના દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, નિયમ હોમ ટૂ હોમ વેક્સિનેશન સેન્ટરની જવાબદારી જિલ્લા અને શહેરી પ્રશાસનની રહેશે. લાભાર્થી અથવા કોવિન એપથી અથવા સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. તે ઉપરાંત વેક્સિનેશન સેન્ટર પર કોઈ વાહન પણ રાખવું જોઈએ જેથી લોકોને તુરંત મેડિકલ સુવિધા આપી શકાય. MoHFWએ કહ્યું છે કે, નિષ્ણાતો હાલની સ્થિતિ અને જે શક્ય હોય તે સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...