તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂડો સામે અરજી:બોમ્બે હાઈકોર્ટમાં અરજી- લૂડોને કુશળતાની નહિ કિસ્મતની રમત જાહેર કરવામાં આવે, કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો

મુંબઈ12 દિવસ પહેલા
  • લૂડો સુપ્રીમ એપ પર લોકો પૈસા દાવ પર લગાડીને રમી રહ્યાં છેઃ અરજદાર

લૂડોને કુશળતાની નહિ પરંતુ કિસ્મતની રમત જાહેર કરવાની માંગને લઈ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કેશવ મુલેએ દાખલ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે લૂડો સુપ્રીમ એપ પર લોકો પૈસા દાવ પર લગાડીને રમી રહ્યાં છે. જે ગેમ્બિંગ પ્રતિબંધક કાયદાની કલમ 3,4 અને 5 અંતર્ગત આવે છે. આ કારણે એપ સાથે જોડાયેલા મેનેજમેન્ટના લોકોની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

અરજદારનું કહેવું છે કે આ ગેમ ચાર લોકો 5-5 રૂપિયાને દાવ પર લગાડીને રમે છે. જીતનારને 17 રૂપિયા મળે છે, જ્યારે એપ ચલાવનારને 3 રૂપિયા મળે છે. હાલ આ મામલામાં કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઈસ્યુ કરી છે. અરજી પર 22 જૂન 2021ના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે. આ મામલાને લઈને પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મેજિસ્ટેટ કોર્ટે લૂડોને કુશળતાની રમત માનીને FIR નોંધવાનો આદેશ આપવાથી ઈન્કાર કર્યો હતો.

નીચલી કોર્ટે લૂડોને કુશળતાની રમત માની છે અને FIR નોંધવાનો આદેશ આપ્યો નથી.
નીચલી કોર્ટે લૂડોને કુશળતાની રમત માની છે અને FIR નોંધવાનો આદેશ આપ્યો નથી.

અરજદારે કહ્યું- લૂડોના નામે જુગાર રમાઈ રહ્યો છે
ગુરુવારે હોલિડે કોર્ટના જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ અભય આહુજાની બેન્ચ સમક્ષ આ અરજીની સુનાવણી માટે આવી. આ દરમિયાન કોર્ટે સવાલ કર્યો કે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની શું જરૂરિયાત છે? આ અરજી પર વકીલ નિખિલ મેંગડેએ કહ્યું કે લૂડોના નામ પર જુગાર સામાજિક બદીનુ રૂપ લઈ રહ્યો છે. યુવા તે તરફ વધુ આકર્ષિત થઈ રહ્યાં છે. આ કારણે આ મુદ્દે કોર્ટ તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી અપેક્ષા છે.

કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો
અરજીના જણાવ્યા મુજબ, લૂડોની રમત તેના પાસા પડ્યા પછી તેની પર આવતા અંકો પર નિર્ભર કરે છે. આ રીતે જોવામાં આવે તો લૂડો કુશળતા નહિ નસીબનો ખેલ છે. આ રમતમાં લોકો જ્યારે કઈક દાવ પર લગાડે છે તો એ જુગારનું રૂપ લે છે. બેન્ચે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ ઈસ્યુ કરી છે અને અરજી પર 22 જૂને સુનાવણી રાખી છે.

નીચલી કોર્ટ ગણી છે કુશળતાની રમત
અરજદારે આ વખતે વી પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જોકે પોલીસે આ મામલે કોઈ પગલા લીધા નથી. તે પછી અરજદારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. નીચલી કોર્ટે લૂડોને કુશળતાની રમત માની છે અને FIR નોંધવાનો આદેશ આપ્યો ન હતો. હવે અરજદારે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે મેજિસ્ટ્રેટ કોર્ટના 12 ફેબ્રુઆરી 2021ના આદેશને રદ કરવામાં આવે અને પોલીસને કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવે.