તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bombay High Court Says CBI Should Probe In 15 Days, Home Minister Accused, Police Can't Conduct Impartial Inquiry

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર વસૂલીનો આરોપ:અંતે અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, NCPના દિલીપ વલસે પાટીલને નવા ગૃહમંત્રીનો ચાર્જ સોંપાયો

મુંબઈ11 દિવસ પહેલા
  • બોમ્બે હાઈકોર્ટે કહ્યું- CBI 15 દિવસમાં તપાસ કરે, ગૃહમંત્રી પર આરોપ છે, માટે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી

અનિલ દેશમુખે સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. બોમ્બે હાઈકોર્ટે તેમની વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસ કરવાનો આદેશ આપ્યા પછી દેશમુખે આ પગલું લીધું હતું. પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાની દાદ માંગતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી દેશમુખે કહ્યું કે, હાઈકોર્ટના ચુકાદાને હું સુપ્રીમકોર્ટમાં પડકારીશ.

દેશમુખના રાજીનામાં બાદ NCPના દિલીપ વલસે પાટીલ બનશે રાજ્યના ગૃહમંત્રી
મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદ પરથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યા બાદ એનસીપીના નેતા દિલીપ વલસે પાટીલને આ જવાબદારી આપવામાં આવશે. રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી આ બાબતની જાણકારી મળી રહી છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે પાટીલને આ જવાબદારી મળવી એ લગભગ નક્કી જ છે. બસ, માત્ર જાહેરાત કરવાની જ બાકી છે.

દેશમુખે રાજીનામામાં લખ્યું- આજે એડવોકેટ જયશ્રી પાટીલની અરજી પર માનનીય હાઇકોર્ટ દ્વારા CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે, માટે હું નૈતિક આધાર પર ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મને ગૃહમંત્રીપદ પરથી મુક્ત કરવામાં આવે.

અનિલ દેશમુખે રાજીનામાનો પત્ર પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
અનિલ દેશમુખે રાજીનામાનો પત્ર પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે આરોપ નાનો નથી અને રાજ્યના ગૃહમંત્રી પર છે, એટલા માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટે આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટીલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.

પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. અરજીમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસ કરવાની માગ કરી હતી. આ સાથે જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરના પદથી ટ્રાન્સફર કરવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. આ પહેલાં અનિલ દેશમુખ સામે CBI તપાસની માગ અંગે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવતાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

કોર્ટે પહેલાં ડો. જયશ્રી પાટીલને ઝટકો આપ્યો હતો
હાઈકોર્ટે આ પહેલાં જયશ્રીને તેમની અરજી બાબતે ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એસએસ શિંદેની બેન્ચે કહ્યું હતું કે અમને લાગે છે કે આ પ્રકારની અરજી સસ્તા પ્રચાર માટે કરવામાં આવે છે. આપ કહો છો કે તમે ગુનાહિતશાસ્ત્ર (Criminology)માં ડોકટરેટ છો, પરંતુ આપની તરફથી ડ્રાફ્ટ કરેલ એકપણ પેરેગ્રાફ અમને બતાવો.

આપની સમગ્ર અરજી એક પત્ર (પરમબીર સિંહે CMને લખેલ પત્ર)થી નીકળેલા પેરેગ્રાફ પર આધારિત છે. આમાં તમારી મૂળ માગ ક્યાં છે? તમારા મુદ્દા ક્યાં છે? ' આ અંગે એડવોકેટ પાટીલે જણાવ્યું હતું કે પહેલાં પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા હતા, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

કોર્ટે પરમબીરને પર ઝટકો આપ્યો હતો
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પરમબીર સિંહની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ, 'તમે કોઈ સામાન્ય માણસ નથી. ખોટા કાર્ય સામે ફરિયાદ નોંધાવવી એ તમારી જવાબદારી હતી. એ જાણ્યા છતાં કે તમારા 'બોસ' તરફથી ગુનો કરવામાં આવી રહ્યો છે, તમે ચૂપ રહ્યા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે પોલીસમાં ફરિયાદ નોંધ્યા વગર CBI તપાસનો આદેશ કેવી રીતે આપી શકાય છે?. કોર્ટે પૂછ્યું કે તમે ગૃહમંત્રી સામે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી નહીં? જો ફરિયાદ નોંધાઈ ન હોત તો તમે મેજિસ્ટ્રેટ પાસે ગયા હોત, તમે હાઇકોર્ટને મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદલી શકતા નથી.'

પરમબીર સિંહના આરોપ
પરમબીર સિંહનું કહેવું છે કે ગૃહમંત્રી દેશમુખે સસ્પેન્ડેડ API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહનો દાવો હતો કે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આ વાત જણાવી હતી, પરંતુ કેટલાક દિવસ બાદ જ તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. પરમબીરે પોતાની ટ્રાન્સફરના આદેશને પણ પડકાર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સફર-પોસ્ટિંગ પર અધિકારી રશ્મિ શુક્લાના રિપોર્ટની તપાસ કરવી જોઈએ.

પરમબીર સિંહનો દાવો છે કે ગૃહમંત્રી દેશમુખ સચિન વઝેની સાથે પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન 100 કરોડ કલેક્શનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરમબીરે દેશમુખના બંગલાના CCTV ફૂટેજની તપાસ કરવાની માગ પણ કરી છે.

IPS રશ્મિ શુક્લાની ચિઠ્ઠીના નામે ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યું નિશાન
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો વિવાદ સતત વધી રહ્યો છે. મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ-કોન્ફરસ કરીને ઉદ્ધવ સરકારે ઘેરી હતી. આ પ્રેસ-કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ એક ચિઠ્ઠીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાજ્યમાં ટ્રાન્સફર-પોસ્ટિંગના રેકેટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ચિઠ્ઠી રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગનાં ઓફિસર રશ્મિ સુક્લ દ્વારા લખવામાં આવી હતી.

ચિઠ્ઠીમાં રશ્મિ શુક્લાએ પોલીસના અમુક મોટા ઓફિસરો અને અન્ય અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગના રેકેટમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. પુરાવા તરીકે અમુક ફોન રેકોર્ડિંગ કરવાની પણ વાત કરી હતી. રશ્મિ શુક્લાએ 25 ઓગસ્ટ 2020ના રોજ મહારાષ્ટ સરકારને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પોલીસ વિભાગના ઓફિસરોનાં પોસ્ટિંગ અને ટ્રાન્સફરનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. જેમાં રાજકીય કનેક્શન ધરાવતા અમુક લોકોનાં નામ સામે આવ્યાં છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આરોપોને સાબિત કરવા માટે અમુક ફોન નંબરના ફોન કોલ ટ્રેસ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા પછી સાબિત થયું છે કે જે શંકા છે એ સંપૂર્ણ રીતે સાચી છે.

આ‌વું ક્યારેય નથી સાંભળ્યું, અમે ચૂપચાપ જોઈ ના શકીએ: કોર્ટ
આ કેસની સુનાવણીમાં જજોએ કહ્યું કે, અમે આ પ્રકારનો કેસ અગાઉ ક્યારેય સાંભળ્યો નથી. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આ સ્થિતિમાં કોર્ટ મૂકદર્શક ના બની શકે. બંધારણે કાયદાના શાસનની પરિકલ્પના કરી છે. નહીં કે રાજકીય સમર્થન પ્રાપ્ત ગુંડારાજની. સિંહના આરોપોથી પોલીસ પર નાગરિકોનો વિશ્વાસ દાવ પર છે. ગૃહમંત્રી પર આ આરોપો સર્વિસમાં છે એવા પોલીસ અધિકારીએ લગાવ્યા છે. તેની તપાસ થવી જ જોઈએ. લોકોના વિશ્વાસને જાળવી રાખવા માટે પણ નાગરિકોના મૂળભૂત અધિકારો તેમાં સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ જરૂરી છે.

મહાવિકાસ અઘાડી સરકારમાં ખેંચતાણ
દેશમુખના રાજીનામાની સાથે જ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં ખેંચતાણ વધવાની આશંકા છે. ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સવાલ કર્યો છે કે, ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચૂપ કેમ છે? કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, ઉદ્ધવ સરકાર શાસન કરવાનો નૈતિક હક ગુમાવી ચૂકી છે. એવું મનાય છે કે, મહારાષ્ટ્ર સરકાર પાસે કોઈ બીજો વિકલ્પ જ બચ્યો ન હતો. હાઈકોર્ટના આદેશ પછી સીબીઆઈ તપાસ શરૂ થઈ જશે અને 15 દિવસમાં એફઆઈઆર નોંધાશે.

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારીશું
બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી દેશમુખે તેમની પાર્ટી એનસીપીના વડા શરદ પવારની મુલાકાત લીધી. બાદમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાજીનામું સોંપ્યું. તેમાં દેશમુખે લખ્યું છે કે હાઈકોર્ટના આદેશ પછી મારું હોદ્દા પર રહેવું નૈતિક રીતે યોગ્ય નહીં ગણાય. તેથી મેં ગૃહમંત્રી તરીકે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી દેશમુખે કહ્યું કે, हुंહું દિલ્હી જઈ રહ્યો છું હાઈકોર્ટના ચુકાદાને હું સુપ્રીમકોર્ટમાં પડકારીશ.

વકીલની ફરિયાદના પગલે તપાસના આદેશ
બોમ્બે હાઈકોર્ટે જયશ્રી પાટીલની અરજી પર સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, આ કેસમાં કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. એટલે સીબીઆઈ તપાસના આદેશ ના આપી શકાય. ત્યારે જયશ્રી પાટીલે દલીલ કરી કે, ‘મેં દેશમુખ અને સિંહ વિરુદ્ધ 21 માર્ચે માલાબાર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, પરંતુ તેની તપાસ કરવામાં પોલીસ નિષ્ફળ રહી.’ ત્યારે બેન્ચે કહ્યું કે, ‘કાયદાકીય રીતે પાટીલની ફરિયાદના આધારે તપાસની જરૂર છે. ગૃહમંત્રી અને પોલીસ અધિકારી સાથે જોડાયેલા મામલામાં પોલીસના બદલે સીબીઆઈ તપાસ કરે તે જ યોગ્ય છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો