• Gujarati News
  • National
  • Bombay High Court Said If There Will Be Video Recording, If Law And Order Deteriorates, The Thackeray Group Will Be Responsible

ઉદ્ધવની દશેરા રેલી શિવાજી પાર્કમાં થશે:બોમ્બે હાઈકોર્ટે કહ્યું- વીડિયો રેકોર્ડિંગ થશે, લૉ એન્ડ ઓર્ડર બગડશે તો ઠાકરે જૂથ જવાબદાર

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાને શિવાજી પાર્કમાં 5 ઓક્ટોબરે દશેરા રેલી કરવાની પરમિશન આપી છે. કોર્ટે તૈયારીઓ માટે 2થી 6 ઓક્ટોબર સુધી શિવાજી મેદાન ઉદ્ધવ જૂથવાળી શિવસેનાને આપવાના આદેશ જાહેર કર્યા છે.

કોર્ટે કહ્યું- આયોજનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે. કાયદો વ્યવસ્થા ન બગડે, તેની જવાબદારી અરજદારની હશે. જો કોઈ અપ્રિય ઘટના ઘટશે તો તેના માટે આયોજક જવાબદાર રહેશે.

શિદે જૂથની અરજી ફગાવાઈ
શિંદે જૂથે પણ શિવાજી પાર્કમાં દશેરા રેલી કરવાની મંજૂરી માગી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. શિંદુ જૂથ પાસે BKC મેદાનમાં દશેરા રેલી કરવાની મંજૂરી પહેલેથી છે. ઉદ્ધવ જૂથની અરજી પર સુનાવણી કરતા બોમ્બે HCએ કહ્યું- BMCએ અરજદારોના આવેદન પર નિર્ણય લેવામાં પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો છે.

BMCની મંજૂરી માગી હતી પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો
મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે થનારી દશેરા રેલીને લઈને ઉદ્ધવ જૂથના લોકોએ BMC પાસે મંજૂરી માગી હતી. BMC તરફથી કોઈ જ જવાબ આવ્યો ન હતો. જેને લઈને ઉદ્ધવ જૂથે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

આ ફોટો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારંભનો છે.
આ ફોટો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારંભનો છે.

શિંદે જૂથની પાસે BKC મેદાનમાં રેલીની પરમિશન
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના શિવસેના જૂથને મુંબઈની બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેદાનમાં દશેરા રેલી આયોજિત કરવાની મંજૂરી પહેલેથી મળી ગઈ છે. શિવસેના દર વર્ષે દશેરા રેલીનું આયોજન કરે છે, પરંતુ આ વખતે એકનાથ શિંદે જૂથ અલગ થઈ જવાને કારણે હવે બંને જૂથ આ રેલી કરવા જઈ રહ્યાં છે.

શિવસેના 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરા રેલી કરે છે.
શિવસેના 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરા રેલી કરે છે.

શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ઉદ્ધવ અને શિંદે વચ્ચે કેસ
ઉદ્ધવની લીડરશિપમાં બનેલી મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સામેલ હતી. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્ય સુરત થઈ ગુવાહાટી જતા રહ્યાં હતા. જે બાદ શિંદે જૂથે શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યની સાથે હોવાનો દાવો કર્યો, જે પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું. બાદમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડ્યા પછી ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

26 જૂને સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ મોકલી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી. મામલો 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો જે પછી 3 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં કેસ બંધારણ પીઠને ટ્રાંસફર કરી દીધો.

અન્ય સમાચારો પણ છે...