• Gujarati News
  • National
  • Bomb Blast At RSS Office In Kerala, Commotion In Entire Area, Police Team Reaches The Spot

કેરળ:RSSના કાર્યાલય પર બોમ્બ ફેંકાયો, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે

3 મહિનો પહેલા
  • હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા

કેરળના કન્નુર જિલ્લાના પય્યાનુર ખાતે RSSના કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો મંગળવારે સવારે કરાયો હતો, જેમાં બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કેરળના કન્નુર જિલ્લાના પય્યાનુર ખાતે RSS કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ છે. પય્યાનુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી, હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? અત્યારસુધી એના વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

ભાજપે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે
આ ઘટના પર ટિપ્પણી કરતાં ભાજપના ટોમ વડક્કને લખ્યું હતું કે આ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. આ નાગરિક સમાજમાં સ્વીકાર્ય નથી. પહેલા પણ આરએસએસના કાર્યકરો પર હુમલા થયા છે. આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઝડપથી સામનો કરવો જરૂરી છે. આ માટે પોલીસ અને રાજ્ય પ્રશાસન જવાબદાર છે. કેરળના લોકો તેની સાથે ખોટું બોલવાના નથી.

પોલીસની મિલીભગત ખૂબ જ ખતરનાકઃ ભાજપ
ટોમ વડક્કને કહ્યું હતું કે પોલીસની મિલીભગત ખૂબ જ ખતરનાક છે. પોલીસ સ્ટેશન 100 મીટર દૂર હોય અને છતાં પણ કશું જ થતું નથી. ખાસ કરીને કન્નુર જેવા સંવેદનશીલ જિલ્લામાં ઓફિસોને સુરક્ષિત રાખવાની જરૂર છે. બેદરકારી સાથે મિલીભગત છે, મને આ કહેતાં દુ:ખ થાય છે. રાજ્યમાં કોઈપણ રાજકીય કાર્યાલયને નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...