• Home
  • National
  • Boiler explodes at Neyveli power plant in Tamil Nadu, injuring 17 people

તમિલનાડુ દુર્ઘટના / કેન્દ્ર સરકારના નૈવેલી થર્મલ પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું, 6ના મોત; 13 ઘાયલ

Boiler explodes at Neyveli power plant in Tamil Nadu, injuring 17 people
X
Boiler explodes at Neyveli power plant in Tamil Nadu, injuring 17 people

  • નૈવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડનો આ પ્લાન્ટ કૂડ્ડાલોરમાં છે
  • બ્લાસ્ટ પ્લાન્ટના બોઈલર સ્ટેજ-3માં થયો, ત્યાં કામ કરતા કર્મચારીઓ દાઝ્યા

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 02:51 AM IST

ચેન્નાઈ. તમિલનાડુના નૈવીલી પાવર પ્લાન્ટના બોઈલર સ્ટેજ-2માં બુધવારે સવારે બ્લાસ્ટ થવાથી 6 લોકોના મોત થયા છે. 13 લોકો ઘાયલ થયા છે. નૈવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ (NLC) કેન્દ્ર સરકારમી નવરત્ન કંપની છે. તે લિગ્નાઈટનું ઉત્પાદન કરે છે.

પ્લાન્ટ કુડ્ડાલોરમાં છે. પ્લાન્ટની પોતાની રેસ્ક્યુ ટીમ છે, જે વિસ્ફોટ પછી બચાવ અભિયાનમાં જોડાઈ હતી. તે સાથે જ કુડ્ડાલોર જિલ્લા પ્રશાસનથી રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કુડ્ડાલોરમાં આવેલો આ પ્લાન્ટ ચેન્નાઈથી 180 કિમી દૂર છે.

પ્લાન્ટમાં 27 હજાર કર્મચારીઓ કામ કરે છે
આ પ્લાન્ટમાં કુલ 3940 મેગાવોટ વીજળી બનાવવામાં આવે છે. જે બોઈલરમાં અહીં બ્લાસ્ટ થયો ત્યાં 1470 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. એનએલસીમાં 27 હજાર કર્મચારી કામ કરે છે.

અધિકારીઓએ કહ્યું  જે બોઈલરમાં વિસ્ફોટ થયો તે ઓપરેશનમાં નથી 
પ્લાન્ટના અધિકારીઓએ જણાવ્યું કે જે બોઈલરમાં વિસ્ફોટ થયો છે, તે ઓપરેશનમાં નહોતું. તેમણે કહ્યું કે આ મામલે તપાસ હાથ ધરાઇ છે જેથી વિસ્ફોટનાં કારણો જાણી શકાય. કંપનીના પ્લાન્ટમાં કુલ  27,000 કર્મચારીઓ કામ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી