તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈ:જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે બોડી બિલ્ડરની માંસપેશીઓ ફાટી ગઈ, વધુ પડતું વજન ઊંચકવું ભારે પડ્યું

એક મહિનો પહેલા

દુબઈના જીમમાં એક્સરસાઈઝ કરતાં બોડી બિલ્ડરનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. બેંચ પ્રેસ કરતી વખતે આ બોડી બિલ્ડરની માંસપેશીઓ ફાટી ગઈ હતી. આ બોડી બિલ્ડરનું નામ રાયન ક્રોલી છે, જે મૂળ ઈંગ્લેન્ડનો છે. રાયન 180 કિલો વજન સાથે બેંચ પ્રેસ કરી રહ્યો હતો. આ સમયે ટ્રેનર પણ તેની સાથે જ હતા. વધુ પડતાં વજનને કારણે અચાનક જ તે બેલેન્સ ગુમાવે છે, અને જમણા હાથની માંસપેશીઓ ફાટતાં રાડ પાડી નીચે પડી જાય છે. ત્યારબાદ રાયનને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં એક કલાકનું ઓપરેશન લગભગ ચાર કલાક સુધી ચાલ્યું હતું. રાયન ઈંગ્લેન્ડનો હોવાથી તેનો ઈન્સ્યોરન્સ દુબઈમાં તેના મેડિકલ બિલને કવર કરતા ન હતા. જેના કારણે તેના કોચે ‘ગોફંડમી’ પર હેલ્પ માગી હતી. આ ફંડ પેજના સહારે રાયનને પાંચ દિવસમાં જ 38 હજાર ડોલર એટલે કે, લગભગ 27 લાખ રૂપિયાની મદદ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો